ખોબા રોટી અને કંકોડા નું શાક(khoba roti and kAnkoda nu saak recipe in Gujarati (

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#સુપરશેફ3
મસ્ત ઝરમરતા વરસાદ પડતો હોય અને મસ્ત ઘી થી લથબથ ખોબા રોટી અને ચોમાસા દરમિયાન જ બનતું કંકોડા નું શાક ખાવા ની મજા જ કંઈક અલગ છે. આની સાથે મેં દહીં તિખારી, દૂધી-ચણા ની દાળ, પાપડ અને મરચાં સવ કયૉ છે.

ખોબા રોટી અને કંકોડા નું શાક(khoba roti and kAnkoda nu saak recipe in Gujarati (

#સુપરશેફ3
મસ્ત ઝરમરતા વરસાદ પડતો હોય અને મસ્ત ઘી થી લથબથ ખોબા રોટી અને ચોમાસા દરમિયાન જ બનતું કંકોડા નું શાક ખાવા ની મજા જ કંઈક અલગ છે. આની સાથે મેં દહીં તિખારી, દૂધી-ચણા ની દાળ, પાપડ અને મરચાં સવ કયૉ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2  વ્યક્તિ
  1. ખોબા રોટી માટે:
  2. ૨ કપઘઉંનો લોટ
  3. ચમચો ઘી (મોણ માટે)
  4. ૧/૨ ચમચીઅજમો
  5. ૧/૨ ચમચીકસુરી મેથી
  6. ઉપર થી લગાવવા માટે. ઘી
  7. કંકોડા નાં શાક માટે:
  8. ૨૫૦ ગ્રામ ધોઈ ને ઊભા સમારેલા કંકોડા
  9. ચમચો તેલ
  10. ૧/૨અજમો
  11. ચપટીહિંગ
  12. ૧/૪હળદર
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧/૪ ચમચીઝીણો સમારેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખોબા રોટી બનાવવા માટે એક કથરોટમાં માં ઘઉં નો લોટ ચાળી ને તેમાં મીઠું, કસૂરી મેથી, અજમો અને ઘી
    નું મોણ ઉમેરી ને લોટ બરાબર મસળી લો પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને પરોઠા જેવી કણેક તૈયાર કરી લો.

  2. 2

    હવે તેના મોટા લુઆ પાડીને મોટી મધ્યમ જાડી રોટલી વણી લો. અને ચીપીયા ની મદદથી ફોટા માં બતાવ્યાં મુજબ ડિઝાઇન તૈયાર કરો. મેં ૨ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી છે તમને ગમે તે ડિઝાઇન તૈયાર કરી શકો ્

  3. 3

    ડિઝાઇન વાળો ભાગ ગરમ કરેલી તાવી પર રાખી ૫ મિનિટ ધીમા તાપે સેકાવા દો પછી બીજી તરફ ફેરવો અને ૫ મિનિટ પછી ઉપર થી એક મોટી ચમચી ઘી ઉમેરી ને ૧ મિનિટ સુધી બંને બાજુ સીજવો.

  4. 4

    આમ, ખોબા રોટી તૈયાર છે સવૅ કરવા, તે કોઈ પણ શાક, દાળ કે અથાણાં સાથે સવ કરી શકાય છે.

  5. 5

    કંકોડા નું શાક: એક કડાઈમાં તેલ નો વઘાર મૂકી તેમાં હિંગ અને અજમા ઉમેરો પછી તેમાં સમારેલા કંકોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી ઢાંકી ને ૫-૭ સીઝવા દો પછી તેમાં બાકી નાં મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી ૨-૩ મિનિટ સુધી સીઝવા દો પછી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes