ભજીયા કઢી (Bhajiya Kadhi Recipe In Gujarati)

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#પર્યુષણ સ્પેશીયલ
#મમ્મીની સિક્રેટ રેસિપી

આ મારી મમ્મીની સિક્રેટ રેસિપી છે. જોકે મારી મમ્મી વારંવાર બનાવે છે. પણ‌ અમને પર્યુષણ દરમિયાન વધારે ભાવે છે. આ કઢીમાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે અને તેને તૈયાર કરવી સરળ છે.

ભજીયા કઢી (Bhajiya Kadhi Recipe In Gujarati)

#પર્યુષણ સ્પેશીયલ
#મમ્મીની સિક્રેટ રેસિપી

આ મારી મમ્મીની સિક્રેટ રેસિપી છે. જોકે મારી મમ્મી વારંવાર બનાવે છે. પણ‌ અમને પર્યુષણ દરમિયાન વધારે ભાવે છે. આ કઢીમાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે અને તેને તૈયાર કરવી સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 લોકો માટે
  1. કઢી માટે
  2. ૧ વાટકી દહીં
  3. ૨ વાટકી પાણી
  4. 3મોટી ચમચી ચણાનો લોટ
  5. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  6. સ્વાદ માટે મીઠું
  7. વઘાર માટે
  8. ૨ મોટી ચમચી ઓઈલ
  9. ૧ નાની ચમચી જીરું
  10. ૧ મોટી ચમચી લાલ મરચું પાઉડર
  11. ભજીયા માટે
  12. ૨ વાટકી ચણાનો લોટ
  13. પાણી જરૂર મુજબ
  14. સ્વાદ માટે મીઠું
  15. ચપટી બેકિંગ સોડા
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સર ગ્રાઇન્ડરમાં દહીં, પાણી અને ચણાના લોટને મિક્સ કરો. આ મિશ્રણને એક પેનમાં ટ્રાન્સફર કરો. હળદર અને મીઠું નાખી તેને ઉકળવા દો.

  2. 2

    વઘાર માટે એક ફ્રાઈંગ પેનમાં તેલ ઉમેરો. તેને ગરમ થવા દો. તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે ગેસ બંધ કરો અને તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો. કઢીમાં આ વઘાર ઉમેરો.

  3. 3

    ભજીયા માટે - ચણાના લોટમાં જરૂર પૂરતું પાણી ઉમેરો અને ભજીયા માટે નુ બેટર બનાવો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બરાબર હલાવો. તેમાં એક ચપટી બેકિંગ સોડા અને 1 મોટી ચમચી ગરમ તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો. નાના ડમ્પલિંગને ગરમ તેલમાં નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  4. 4

    જ્યારે કઢી પીરસવાની હોય ત્યારે જ ભજીયા કઢીમાં ઉમેરો. ભાત અથવા તમારી મનપસંદ સબ્ઝી અને રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes