કઢી ચાવલ વિથ પકોડા (Kadhi Chaval Pakoda Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#TT1
આજે પહેલીવાર આ સિમ્પલ વાનગી ને અલગ રીતે થોડી પીરસી છે. દિલ્હી માં આવી રીતે આ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રચલિત છે... અને હા આ ની રેસીપી મેં કોશા સ કિચન ની રેસિપી માં થોડા ફેરફાર મુજબ પણ એમાં થી પ્રેરણા લઇ ને બનાવી છે... જે ફેમિલી માં સૌ ને ભાવી.. 😊🙏🏻👍🏻

કઢી ચાવલ વિથ પકોડા (Kadhi Chaval Pakoda Recipe In Gujarati)

#TT1
આજે પહેલીવાર આ સિમ્પલ વાનગી ને અલગ રીતે થોડી પીરસી છે. દિલ્હી માં આવી રીતે આ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રચલિત છે... અને હા આ ની રેસીપી મેં કોશા સ કિચન ની રેસિપી માં થોડા ફેરફાર મુજબ પણ એમાં થી પ્રેરણા લઇ ને બનાવી છે... જે ફેમિલી માં સૌ ને ભાવી.. 😊🙏🏻👍🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. કઢી માટે :
  2. 1 કપદહીં
  3. 2 tbspબેસન
  4. જરૂર મુજબ પાણી
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 tspહળદર
  7. 2 tspલાલ મરચું પાઉડર
  8. 1 tspધાણાજીરું
  9. 1/8 tspકસુરી મેથી
  10. વઘાર માટે :
  11. 3 tbspતેલ
  12. 1/2 tspરાઈ
  13. 1/2 tspજીરું
  14. 1/4 tspમેથીદાણા
  15. 4લવિંગ - મરી
  16. ચપટીઆખા ધાણા
  17. 4મીઠા લીમડા ના પાન
  18. ચપટીહિંગ
  19. 2 tspઆદુ મરચાં લસણ અને ડુંગળી જીણા કાપેલા
  20. પકોડા માટે :
  21. 1/2 કપબેસન
  22. 1/4 કપસમારેલી ડુંગળી
  23. 1/4 કપસમારેલી પાલક
  24. 1/4 કપસમારેલી કોથમીર
  25. 1 tspહળદર
  26. 2 tspમરચું પાઉડર
  27. 1 tspઆદુ લસણ ની પેસ્ટ
  28. 1 tspધાણાજીરું
  29. ચપટીઆખા ધાણા
  30. સ્વાદ મુજબ મીઠું
  31. ચપટીમીઠા સોડા
  32. 1ચમચો ગરમ તેલ
  33. જરૂર મુજબ પાણી
  34. તેલ તળવા માટે
  35. બાસમતી ભાત રાંધેલા
  36. છેલો વઘાર serving વખતે 😊:
  37. 1 tbspબટર
  38. 1લાંબી કાપેલી ડુંગળી
  39. ચપટીમરચું પાઉડર
  40. રાંધેલા ભાત
  41. બનાવેલી પકોડા કઢી
  42. મસાલો બનાવવા
  43. 1/2 tspશેકેલું જીરું પાઉડર
  44. 1/4મરી પાઉડર
  45. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં કઢી વઘારવા તેલ લઇ તેમાં રાઈ, જીરું, મેથીદાણા, આખા ધાણા, લીમડો, હિંગ, લવિંગ મરી બધું નાખી તેમાં જીણી સમારેલી ડુંગળી, આદુ, મરચાં, લસણ નકી સાંતળો. બીજી બાજુ દહીં બેસન અને પાણી ને મિક્સ કરી કઢી નું મિશ્રણ બનાવો. તે ઉમેરી સતત હલાવો જેથી lumps ન પડે. તેમાં બધા મસાલા નાખી ધીમે તાપ એ ઉકાળો.

  2. 2

    બીજી બાજુ હવે પકોડા માટે ઝીણા સમારેલા પાલક, કોથમીર, ડુંગળી લઇ તેમાં બેસન તથા ઉપર મુજબ પકોડાના મસાલા પાણી થોડું જ, સોડા અને ગરમ તેલ નાખી ગટ્ટ ખીરું બનાવી ફેંટો.. તેમાંથી પકોડા ધીમા તાપે તળી લેવા.

  3. 3

    હવે છેલ્લે પીરસતી વખતે એક પેન લઇ તેમાં બટર નાખી તેમાં લાંબી સમારેલી ડુંગળી, મરચું પાઉડર નાખી બનાવેલી કઢી પકોડા ઉમેરો.. પછી બનાવેલા બાસમતી રાઈસ ઉમેરો... સરસ મિક્સ થઇ જાય એટલે ગરમ ગરમ પીરસો ઉપર થી ફરી બટર, જીરું અને મરી પાઉડર, ચાટ મસાલો, બધું છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes