બાજરી ના ઢેબરા(Bajri na dhebra recipe in gujarati)

એકતા પટેલ
એકતા પટેલ @cook_27473387
પોરબંદર

Evening snack , lunch box idea
બાજરી ના ઢેબરા ખાવામાં ખૂબ જ tasty nd healthy che.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકી બાજરી નો લોટ
  2. 3લીલા મરચા
  3. 1લીંબુ નો રસ
  4. 6કળી લસણ
  5. 2ચમચી તલ
  6. 1નાનો ટુકડો આદું અને કોથમીર
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચી મરચું પાઉડર
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 2 ચમચી ખાંડ
  11. 1 ચમચી ધાણજીરૂ પાઉડર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાટકી બાજરી નો લોટ લો.

  2. 2

    3 લીલા મરચા, 6 લસણ ની કળી, એક આદું નો નાનો ટુકડો, એક લીંબુ, કોથમીર, 2 ચમચી તલ લેવા. મરચા, આદું, લસણ અને કોથમીર ની પેસ્ટ તૈયાર કરવાની હોય છે.

  3. 3

    લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, અર્ધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 2 નાની ચમચી ખાંડ લેવા.

  4. 4

    હવે લોટ માં બધા મસાલા, તલ, આદું મરચા, લસણ, કોથમીર ની પેસ્ટ અને લીંબુ નો રસ, ખાંડ ઉમેરી સોફ્ટ લોટ બાંધવો.

  5. 5

    લોટ માંથી નાના નાના લીંબુ જેવડા લુઆ બનાવી બંને હથેળી વચે રાખી ચપટો આકાર આપવો. આપણે મનગમતો કે બાળક ને ગમતો ગમે તે આકાર આપી શકીએ.અહી મેં ગોળ ચપટો આકાર ના ઠેબરા તૈયાર કરેલ છે.

  6. 6

    તળવા માટે તેલ ગરમ કરવું.તેલ ગરમ થાય એટલે 3-4 ઢેબરા ઉમેરી મિડિયમ તાપે તળવા.બ્રાઉન કલર થાય ત્યાં સુધી તરવા.

  7. 7

    આપણા હેલ્ધી and ટેસ્ટી ઢેબરા તૈયાર છે. 🍅 સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

એકતા પટેલ
પર
પોરબંદર

Similar Recipes