રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week25
ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે.

રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)

#GA4
#Week25
ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1+1/2 કપ ઘઉં નો ઝીણો લોટ
  2. 1/2 કપઘઉં નો કરકરો લોટ
  3. 2 ટેબલસ્પૂનઘી મોણ માટે
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. જરૂર મુજબ હુંફાળું પાણી
  6. 2 ટીસ્પૂનઘી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઈ ને મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરી ને મિક્સ કરી ને કણક બાંધો. હવે કણક ને 5 મિનિટ ઢાંકી ને રાખો.

  3. 3

    હવે કણક માંથી એક સરખા બે ભાગ કરી ને ગોળ લૂઆ બનાવી લો.

  4. 4

    હવે વેલણ ની મદદ થી થોડી જાડી એવી રોટી વણી લો. હવે તેમાં છરી થી કાપા પાડી લો. હવે રોટી ને ગરમ તાવડી પર શેકવા માટે મૂકો. કાપા વાળો ભાગ તાવડી પર નાખવો.

  5. 5

    ગેસ ધીમો રાખવો. હવે ઉપર ની બાજુ હાથ થી અથવા ચીપિયા ની મદદ થી મનપસંદ ડિઝાઇન બનાવી લો.

  6. 6

    હવે રોટી ને પલટાવી ને બીજી બાજુ પણ શેકી લો. બંને બાજુ રોટી બરાબર શેકાઈ જાય પછી ગેસ પરથી નીચે લઈ ને તેના પર ઘી લગાવી લો.

  7. 7

    તો તૈયાર છે રાજસ્થાની ખોબા રોટી. મનપસંદ દાળ અથવા શાક સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

ટિપ્પણીઓ (26)

Similar Recipes