ડ્રાય મન્ચુરિયન (Dry Munchurian Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

# street food

ડ્રાય મન્ચુરિયન (Dry Munchurian Recipe In Gujarati)

# street food

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 બાઉલ છીણેલી કોબીજ
  2. 1 બાઉલછીણેલું ગાજર
  3. 1 બાઉલ કેપ્સીકમ
  4. 2 બાઉલ મેંદો
  5. 1/2 કપકોર્ન ફ્લોર
  6. ૧ ટી.સ્પૂનમરી પાઉડર
  7. 1/2 કપડુંગળી
  8. 1 tbspઆદુ-મરચા-લસણની પેસ્ટ
  9. 1 ટેબલ સ્પૂનચીલી સોસ
  10. 1 ટેબલ સ્પૂનસોયાસોસ
  11. સ્વાદ મુજબ મીઠું
  12. મંચુરિયન તળવા માટે તેલ
  13. કોથમીર
  14. લાંબા કાપેલા ડુંગળી કોબીજ અને કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં છીણેલી બધી વસ્તુ લઈ તેમાં મેંદો અને કોર્નફ્લોર ઉમેરી આદુ-મરચા-લસણની પેસ્ટ મરી પાઉડર સ્વાદ મુજબ મીઠું સોયા સોસ ઉમેરી મિક્સ કરી લેવું

  2. 2

    લોટ તૈયાર કરી લેવો હવે તેલ ગરમ મૂકી લોટમાંથી લુઆ લઈ બોલ વાડી તળી લેવા

  3. 3

    હવે કોબી ગાજર, કેપ્સીકમ અને ડુંગળી લાંબા સમારી લેવા

  4. 4

    હવે એક કઢાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી તેમાં મરચા લસણની પેસ્ટ લાંબા કાપેલા ટેબલ ઉમેરી દેવા તેમાં ચીલી સોસ સોયા સોસ ઉમેરી સાંતળવું

  5. 5

    એક વાડકીમાં 1 ટેબલસ્પૂન corn flour ઓગાળી દેવો અને તૈયાર કરેલી ગ્રેવી માં ઉમેરી દેવો હવે તેને થોડું ઉકળવા દેવું ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન ઉમેરી દેવા

  6. 6

    હવે તેને બરાબર મિક્સ કરી લેવું જેથી બધું પાણી સોસાઈ જશે હવે કોથમીર ઉમેરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes