ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#મોમ
મેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છો
મારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા

ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)

#મોમ
મેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છો
મારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મંચુરિયન ના લોટ માટે મસાલો
  2. 1બાઉલ મેંદાનો લોટ
  3. ૧/૩ બાઉલ કોર્ન ફ્લોર
  4. 1બાઉલ કોબી ઝીણી છીણેેલી
  5. 1બાઉલ ગાજર છીણેેલુુ
  6. ૧/૨ બાઉલ જીણી સમારેલી ડુંગળી
  7. ૧/૨ બાઉલ કેપ્સીકમ ઝીણું સમારેલું
  8. 1 નંગઝીણું સમારેલું મરચું
  9. ૮થી ૧૦ કળી ઝીણું સમારેલું લસણ
  10. 1નાનો ટુકડો આદુ છીણેલું
  11. ૨ચમચી લીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા
  12. ૧/૨ ચમચી મરી પાઉડર
  13. 2 ચમચીસોયા સોસ
  14. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  15. 1 ચમચીરેડ ચીલીસોસ
  16. મીઠું ટેસ્ટ મુજબ
  17. 1 ચમચીબટર
  18. તેલ તળવા માટે
  19. વઘાર માટે મસાલો:😋
  20. ૧/૨ બાઉલ કોબીજ ઝીણી સમારેલી
  21. ૧/૨બાઉલ ગાજર ઝીણું સમારેલું
  22. ૧/૨ બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  23. 1ડુંગળી ની સ્લાઈસ કરી તેનેે છૂટી કરવી
  24. 2 ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  25. 1 ચમચીઝીણું સમારેલું લસણ
  26. 2 ચમચીલીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા
  27. 2 ચમચીસોયા સોસ
  28. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  29. 4 ચમચીતેલ
  30. 1 ચમચીરેડ ચીલીસોસ
  31. 2 ચમચીટોમેટો કેચપ
  32. 1 ચમચીકોર્ન ફ્લોર
  33. 1ડુંગળી ની રિંગ બનાવી ગાર્નીશિંગ માટે
  34. ૧/૨ ચમચી લીલી ડુંગળી ના પાન
  35. ૧/૩ ચમચી કેપ્સિકમના નાના પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મંચુરિયન નો લોટ બાંધવા માટે આ બધી સામગ્રી રેડી કરવી ત્યારબાદ બધા વેજીટેબલ ને એક બાઉલમાં મિક્સ કરવા તેમા ટેસ્ટ મુજબની મીઠું નાંખી મિક્સ કરવું ત્યારબાદ સોસ અને લોટ મિક્સ કરવા ત્યારબાદ મરી પાઉડર મિક્સ કરવો

  2. 2

    બધી સામગ્રી મિક્સ કરી લોટ બંધાઈ ગયા પછી તેમાં બટર મિક્સ કરી હળવા હાથે બોલ્સ બનાવવા ત્યાર બાદ એક પેનમાં તેલ મુકી ધીમા તાપે તેને તળવા

  3. 3

    આમાં મનચુરીયમ ને 90% તળવા બધા મનચુરીયન તળાઈ જાય એટલે એક થાળીમાં સાઈડ પર રાખો ત્યારબાદ તેનો વઘાર કરવા માટે આ રીતે બધા વેજીટેબલ તૈયાર કરો

  4. 4

    એક પેનમાં તેલ મૂકી બધા વેજીટેબલ સોતે કરો વેજીટેબલ સહેજ સોતે કરવા બહુ ઝાઝી વાર નથી કરવાનું ત્યારબાદ તેમાં ચીલી સોસ અને સોયા સૉસ મિક્સ કરવા ત્યારબાદ અડધો કપ પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી નાખવું તે ઉકળે એટલે તેમાં સોયા સોસ મિક્સ કરવું અને લાસ્ટ માં ટોમેટો કેચપ નાંખી મિક્સ કરવું ત્યારબાદ ફ્રાય કરેલા મન્ચુરિયન ને પાછા સહેજ કલર બદલાય ત્યાં સુધી તળવા

  5. 5

    તળાઈ ગયેલા મંચુરિયન ને ગ્રેવી માં મિક્સ કરવા અને સહેજ માટે ધીમાં ગેસે ઢાંકીને રાખવા ત્યારબાદ ગરમ ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા ઉપરથી લીલી ડુંગળી ના પાન કેપ્સિકમ અને ડુંગળી ની રિંગ થી ગાર્નીશ કરવું અને સર્વ કરવું

  6. 6

    આ રીતે અલગ અલગ રીતે સર્વ કરી શકાય આ મનચુરીયન માં બટર નાખવાથી મનચુરીયન રેસ્ટોરન્ટ styles crunchy બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

ટિપ્પણીઓ

Similar Recipes