વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#ઇબુક1
# 21

# રેસ્ટોરન્ટ

#goldenapron3
#Week 1
[ BESAN ]

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2વ્યક્તિઓ માટે
  1. 500 ગ્રામકોબી
  2. 250 ગ્રામગાજર
  3. 5 ચમચીમેંદાનો લોટ
  4. 3 ચમચીકોર્ન ફ્લોર
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 2 નંગ સિમલા મિર્ચ
  7. 2 ચમચીમરી પાઉડર
  8. લીલી કા તો સુકી ડુંગળી
  9. કોથમીર
  10. તેલ તળવા માટે અને વઘાર માટે
  11. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  12. ચીલી સોસ
  13. સોયા સોસ
  14. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાક લઈ અને ધોઈ નાખો.

  2. 2

    હવે કોબી ગાજર અને મરચાં અને ચોપરની મદદથી ઝીણા ચોપ કરી લો. થોડું કોબી,ગાજર મરચાં, ડુંગળીને ચોપ કર્યા વગર થોડાક અલગથી સાઈડમાં રાખી દો.

  3. 3

    હવે એમાં મીઠું,મરી, મેંદો,કોર્નફ્લોર અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દો.

  4. 4

    એ બધું સરખું મિક્ષ કરી લો. આમાં પાણી કે તે લખવાની જરૂર નહિ પડે એમનેમ જ લોટ મિક્ષ થઇ જશે.

  5. 5

    હવે એના નાના નાના બોલ વાળી લો.

  6. 6

    બધા બોલ વાડી લ્યો પછી એક પ્લેટમાં છુટા રાખી દેવા.

  7. 7

    હવે પેન લ્યો અને એમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો.

  8. 8

    તેલ ગરમ થઈ ગયા પછી થોડા થોડા કરી અને બોલને તળી લો.

  9. 9

    બોલ તડી લીધા પછી એને એક્સાઈટ રાખી દેવા.

  10. 10

    હવે ગાજર, મરચાં,ડુંગળી, કોબી બધી વસ્તુ લાંબી-લાંબી સુધારી લેવું.

  11. 11

    હવે બીજા પેનમાં થોડુંક તેલ લઇ અને તેલ ગરમ કરો.

  12. 12

    તેલ ગરમ થઈ ગયા બાદ એમાં પેલા ડુંગળી સાંતળી લો અને એમાં ચપટી મીઠું ઉમેરો.

  13. 13

    ડુંગળી ગુલાબી રંગમાં થય જાય પછી એમાં કોબી-ગાજર મરચાં બધુ નાખી દો.

  14. 14

    હવે તમારા ટેસ્ટ મુજબ એક બાઉલમાં સોયા સોસ અને ચીલી સોસ કાઢી લો. જો સોયા સોસ કે ચીલી સોસ ના લેવો હોય તો તમે ખટમીઠું ટોમેટો કેચપ પણ લઈ શકો છો.

  15. 15

    કોબી-ગાજર મરચાં બધું સરખું ચડી જાય પછી એમાં સોસ નાખી દો.

  16. 16

    સોસ નાખી દીધા પછી એને હલાવીને થોડી સેકંડ માટે રહેવા દો.

  17. 17

    હવે એની અંદર મનચુરીયન ના બોલ ઉમેરી દો એને મિક્સ કરી દો.

  18. 18

    હવે થોડી સેકંડ માટે ગેસ ઉપર રહેવા દો.

  19. 19

    જરૂરી સુચના જો ભૂલથી પણ બોલ તળતી વખતે તમારે તૂટી જાય તો એમાં ગભરાવાની જરૂર નથી લોટ ની અંદર ફરીથી થોડો મેંદો અને કોર્નફ્લોર ઉમેરી દેશો તો બોલ પાછા બની જશે.

  20. 20

    જો તમારે જૈન ડ્રાય મન્ચુરિયન કરવા હોય બનાવો હોય તો આમા ડુંગળી અને લસણ ઉમેરવા નહીં.

  21. 21

    તૈયાર છે વેજ ડ્રાય મન્ચુરિયન એને તમે કોઈપણ સોફ્ટ ડ્રીંક સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes