જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#AsahiKaseiIndia
જાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ+5 કલાક
6 લોકો
  1. 500 ગ્રામજાંબુ
  2. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  3. 1/2 ટીસ્પૂનસંચડ પાઉડર
  4. 7-8આઈસ ક્યુબ
  5. 4 ટેબલસ્પૂનખાંડ (સ્વાદનુસાર)
  6. ગાર્નીશિંગ માટે -
  7. પુદીના ના પાન
  8. જાંબુ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ+5 કલાક
  1. 1

    જાંબુને પાણી થી ધોઈને ચપ્પુ વડે કાપીને ઠળિયા કાઢી લો.

  2. 2

    એક મિક્સરના જારમાં કટ કરેલા જાંબુ, ખાંડ, લીંબુનો રસ,બરફના ટુકડા સંચડ પાઉડર ઉમેરીને બારીક વાટી લો.

  3. 3

    પીસેલા જાંબુના મિશ્રણને કુલ્ફી સ્ટેન્ડમા ભરીને ફોઈલ પેપર લગાવીને વચ્ચે આઈસક્રિમ સ્ટિક નાખીને 5થી 7 કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો.

  4. 4

    સેટ કરેલી પોપ્સિકલ ફ્રીઝરથી બહાર કાઢીને,1 મિનિટ પછી પોપ્સિકલ કુલ્ફી સ્ટેન્ડમાંથી બગાર કાઢીને તરત જ સર્વ કરો.તૈયાર છે જાંબુ પોપ્સિકલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes