સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે.

સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)

લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપસોજી
  2. 1 કપખાટુ દહીં,
  3. 1સૂકું લાલ મરચું
  4. 1 કપપાણી
  5. 1 ચમચો ચોખા નો લોટ
  6. 5લીલા મરચા
  7. 1 નાનો કટકો આદુ
  8. સ્વાદનુસાર મીઠુ,
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીસફેદ તલ
  12. 1ચમચો તેલ (વઘાર માટે)
  13. 4કે 5 મીઠાં લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ માં એક કપ સોજી લો.

  2. 2

    તેમાં 1 કપ દહીં ઉમેરો.

  3. 3

    તેમાં 1 ચમચો ચોખા નો લોટ ઉમેરો.

  4. 4

    તેમાં 1 કપ પાણી ઉમેરો.

  5. 5

    બરાબર હલાવો.

  6. 6

    તેમાં લીલા મરચા અને આદુ ને વાટી ને ઉમેરો.

  7. 7

    ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો.

  8. 8

    હલાવી ને મિક્ષ કરી ને પાતળું ખીરું બનાવો. ચમચા માંથી ફ્લૉટ થાય એવુ ખીરું હોવું જોઈએ.

  9. 9

    ખીરા ને 10 મિનિટ ઢાંકી ને મૂકી રાખો.

  10. 10

    ગેસ ચાલુ કરી સ્ટીમર માં ઢોકળાની થાળી ને તેલ લગાડી ગ્રીસ કરી ને ગરમ કરો

  11. 11

    હવે એકદમ પાતળું ખીરું થાળી માં પાથરો. બહુ જાડુ લેયર ન કરવું.

  12. 12

    2 મિનિટ સ્ટીમ કરો. થાળી ને ગેસ પરથી ઉતારી ઠન્ડી કરવા મુકો.

  13. 13

    ચપ્પા ની મદદ થી ઉભા કપડાં પાડો.

  14. 14

    હવે કપડાં પડેલી પટ્ટી ના રોલ વાળો.

  15. 15

    એક ડીશ બધા રોલ વાળી મુકો.

  16. 16

    હવે ફ્રાય પેન માં તેલ મૂકી રાઈ તડતડવા દો. તલ નાખો એને ફૂટવા દો. એક સૂકું મરચું નાખો. એક લીલું મરચું ઉભું સમારીને નાખો.

  17. 17

    બધા જ રોલ વઘાર માં એકપછી એક મુકો. ચપિયા ની મદદ થી રોલ ને પલટો. બધો વઘાર રોલ ઉપર લાગવો જોઈએ.

  18. 18

    1 મિનિટ સુધી ફ્રાય પેન માં રોલ ને મૂકી રાખો.

  19. 19

    હવે પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Shah
Sunita Shah @Sunita2302
પર
અહમેદાબાદ

Similar Recipes