ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#TREND
#WEEK2
આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

#TREND
#WEEK2
આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ⭐બેટર માટે
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 3 વાડકીખાટી છાશ
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ⭐વઘાર માટે
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીતલ સફેદ
  9. 10-15પાન મીઠો લીમડો
  10. 1/2 ચમચીજીરૂ
  11. 1/2 ચમચીસૂકું ટોપરું ખમણેલું
  12. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  13. 2ઝીણા કાપેલા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાસ લોટ હળદર અને મીઠું આ બધું એક કડાઈમાં લઈ અને બ્લેન્ડર ની મદદથી એકદમ સરસ મિક્સ કરી દો હવે તેને ગેસ ઉપર એકદમ ધીમા તાપે હલાવતા રહો આ મિશ્રણને એકધારું ચલાવવાનું છે એક જ સાઈડ મિશ્રણ ઘટ્ટ થાય એટલે થાળી ઉપર એક બે ટીપાં નાખી અને ચેક કરી લેવું આ બેટર સરખુ બનતા લગભગ પંદર મિનિટ જેવું થશે બેટર બની જાય એટલે એક થાળી પર તેલ લગાવી તેના પર પાથરો.

  2. 2

    હવે તેને 15 મિનિટ માટે એમ જ ઠંડુ થવા દો અને એક છરી વડે તેના પર કટ મૂકી અને તેના નાના નાના રોલ બનાવો.

  3. 3

    હવે વઘાર માટે એક નાની કડાઈમાં તેલ મૂકો તેની અંદર રાઈ જીરૂ લીમડો લીલા મરચા તેનો વઘાર કરો હવે ગેસ બંધ કરી દો અને આ વઘાર ની અંદર તલ ઉમેરી વઘાર ખાંડવી પર પાથરી દો હવે તેને કોથમીર વડે ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes