સ્પીનેચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe in Gujarat

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#RC4
#લીલી_રેસિપીસ
#રેઈન્બો_ચેલેન્જ
#cookpadgujarati

મેં આ નૂડલ્સ chef Smit Sagar ji ના ઓનલાઇન ક્લાસ માં એમની પાસેથી શીખી ને બનાવી હતી. આ ઈંડો ચાઇનિઝ રેસિપી બનાવવાની ખૂબ જ મજા આવી. Thank you so much to all Cookpad team and all Admins for this opportunity. And Special thanks to Chef @Smit Sagar ji for his best learning skill.

સ્પીનેચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe in Gujarat

#RC4
#લીલી_રેસિપીસ
#રેઈન્બો_ચેલેન્જ
#cookpadgujarati

મેં આ નૂડલ્સ chef Smit Sagar ji ના ઓનલાઇન ક્લાસ માં એમની પાસેથી શીખી ને બનાવી હતી. આ ઈંડો ચાઇનિઝ રેસિપી બનાવવાની ખૂબ જ મજા આવી. Thank you so much to all Cookpad team and all Admins for this opportunity. And Special thanks to Chef @Smit Sagar ji for his best learning skill.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામહક્કા નૂડલ્સ (તેલ + નમક ઉમેરી ઉકળતું પાણીમાં બાફવાનું)
  2. 1 tbspસોયા સોસ
  3. 2 tbspતલ નું તેલ
  4. 3 tbspજીણું સમારેલું લસણ
  5. 1 ઇંચઆદુ નો ટૂકડો જીણું સમારેલું
  6. 1/2 કપલાંબી સમારેલી ડુંગળી
  7. 1/2 કપલાંબા સમારેલા રેડ કેપ્સિકમ
  8. 1 કપલાંબી સમારેલી કોબીજ
  9. 1/2 tspકાળા મરી પાવડર
  10. 1 tbspવિનેગર
  11. 1 નંગ(300 ગ્રામ)પાલક ની જૂડી
  12. 2 tbspરેડ ચીલી સોસ
  13. 1 tbspગ્રીન ચીલી સોસ
  14. નમક સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ હક્કા નૂડલ્સ ને ગરમ પાણી માં તેલ અને નમક ઉમેરી બોઇલ્ કરી લો. હવે આ નુડલ્સ ને ગરણી થી ગાળી ને બધું ગરમ પાણી નિતારી લઈ તેની પર ઠંડું પાણી ઉમેરી દો..જેથી નુડલ્સ એકબીજા ને ચોંટે નહીં. પાલક ને પણ ઊકળતા પાણી માં બ્લાંચ કરી મિક્સર મા ગ્રાઇન્ડ કરી પીસી ને પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં જીણું સમારેલું લસણ, આદુ ની જુલિયન, સમારેલી ડુંગળી, લાંબા સમારેલા લાલ કેપ્સિકમ, લાંબા સમારેલા લીલા મરચાં, કાળા મરી પાવડર, રેડ ચીલી સોસ ઉમેરી તેમાં સમારેલી કોબીજ અને પાલક ની પેસ્ટ ઉમેરી મીડીયમ ગેસ ની આંચ પર બધું મિક્સ કરી લો.

  3. 3

    હવે આમાં ગ્રીન ચીલી સોસ, નમક, સોયા સોસ અને વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે આમાં બોઇલ કરેલ નુડલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી થોડી વાર કૂક કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  5. 5

    હવે આપણા સ્પિનેચ ગાર્લીક નુડલ્સ તૈયાર છે...તેને ગરમાગરમ સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes