વેજિ. પીઝા મોમોઝ (Veggie Pizza Momos Recipe In Gujarati)

Monika Nirav KansaraGhadiali
Monika Nirav KansaraGhadiali @Mnghadiali

વેજિ. પીઝા મોમોઝ (Veggie Pizza Momos Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કણક માટે :
  2. 2 બાઉલ - મેંદો
  3. 1 બાઉલ - ઘઉંનો લોટ
  4. 1 ચમચી- મીઠું (મીઠું)
  5. મોણ માટે તેલ
  6. પૂરણ માટે:
  7. 1મીડિયમ સાઈઝ ની ડુંગળી (ઝીણી સમરેલી)
  8. 1 વાટકો કોબી (ઝીણી સમરેલી)
  9. 1 વાટકો ગાજર (ઝીણું સમારેલું)
  10. 1/2 વાટકીગ્રીન કેપ્સિકમ (ઝીણું સમરેલી)
  11. 1 મોટી ચમચીઆદું -મરચાં -લસણની પેસ્ટ
  12. 1 વાટકો પનીર (છીણેલું)
  13. 1/2 વાટકો ચીઝ (છીણેલું)
  14. મીઠું (મીઠું - સ્વાદ પ્રમાણે)
  15. પીઝા સીઝનિંગ (પીઝા સીઝનિંગ ના હોઈ તો મિક્સ હર્બસ અથવા પીઝા મસાલા લઈ શકાય.)
  16. 1/4 ચમચીમારી પાઉડર
  17. સેઝવાન ચટણી
  18. પીઝા સોસ
  19. પીઝા સોસ
  20. Tel/ butter
  21. ટોપિંગ માટે :
  22. કાંદા - ટામેટા - ગ્રીન કેપ્સિકમ (ઝીના સમરેલા)
  23. ઓલિવ્સ અને એલેપીનો (સમારેલા) (ઓપ્શનલ)
  24. સ્વીટ કોર્ન (બાફીને દાણા છુટા કરેલા)
  25. પીઝા સીઝનિંગ
  26. પીઝા સોસ
  27. ચીઝ (છીણેલું)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો અને ઘઉંનો લોટ લઈને એમાં મીઠું અને 2 ચમચી તેલનું મોણ લઈને પરાઠા જેવી કણક તૈયાર કરવી. કણકને 1/2 કલાક ઢાંકીને રેસ્ટ આપવું. (કણક બહુ ઢીલી કે કઠણ નઈ બાંધવી.)

  2. 2

    પૂરણ માટે: એક પેનમાં તેલ/બટર લઈ એમાં આદું - મરચાં - લસણની પેસ્ટ નાંખી 2 મિનિટ સાંતળવું. પછી એમાં કાંદા- ગાજર - કેપ્સિકમ - કોબી નાંખી 1 થી 1.5 જ મિનિટ થવા દહીં ગૅસ બંધ દેવું. (મકાઈના દાણા પણ 1/2 ક્રશ કરીને ઉમેરી શકો.)

  3. 3

    ત્યારબાદ એક બાઉલ લઇ એમાં ઉપર તૈયાર કરેલું વેજિટેબલ્સ લઇ એમાં મરી પાઉડર,મીઠું (મીઠું), ચીઝ,પનીર, 1ચમચી પીઝા સીઝનિંગ અને 1.5ચમચી જેટલી સેઝવાન ચટણી નાંખી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરવું.

  4. 4

    ત્યારબાદ તૈયાર કરેલી કણક માંથી નાની પૂરી વણી એમાં વચ્ચે તૈયાર કરેલું પૂરણ 1 મોટી ચમચી જેટલું લઇ કચોરી કે પોટલી જેવા આકાર નું બનાવી મોમોઝ તૈયાર કરવા.

  5. 5

    બધા મોમોઝ તૈયાર થઇ jai એટલે એને ઢોકળીયા (સ્ટીમર વેસેલ)માં ઢોકળાની થાળીમાં તેલથી ગ્રીસ કરી એને 1 મિનિટ ગરમ કરી એમાં તૈયાર કરેલા મોમોઝ ગોઠવી દહીં 10 મિનિટ માટે થવા દેવું. મોમોઝ રેડી થઇ જાઈ એટલે એને એક પ્લેટ માં કાઢી લેવા.

  6. 6

    ત્યારબાદ નોનસ્ટિક તાવી લઇ તાવી જરા ગરમ કરી એના પર બટર લગાવીને એના પર મોમોઝ ગોઠવી મોમોઝ પર પેહલા પીઝા સોસ સ્પ્રેડ કરી એના પર ટોપિંગ માટે તૈયાર કરેલા વેજિટેબલ્સ મૂકી એના પર ચીઝ સ્પ્રેડ કરીને એના પર પીઝા સીઝનિંગ સ્પ્રિંકલ કરીને 10 મિનિટ માટે એના પર ઢાંકી ધીમા તાપે બેક થવા દેવું.

  7. 7

    મોમોઝ બેક થઈને રેડી થાઈ એટલે સર્વિંગ પ્લેટમાં ગોઠવી એને ટોમેટો સોસ કે સેઝવાન ચટણી સાથે ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Nirav KansaraGhadiali
પર

ટિપ્પણીઓ

Similar Recipes