અંગારા સોયાબીન કોર્ન તવા પુલાવ

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#EB
#Week13
#MRC
#cookpadindia
#cookpadgujarati
#tawapulav
#soyabean
#angara

એવું કહેવામાં આવે છે કે એકવાર પાવ ભાજી વિક્રેતા પાસે થોડી પાવ ભાજી અને થોડો રાંધેલો ભાત બચ્યાં હતા. તેણે આ બંને ને મિક્સ કરી ખાધા તો તેનો સ્વાદ એટલો ગમ્યો કે તેણે તેમાં વટાણા, કેપ્સિકમ તથા અન્ય મસાલા ઉમેર્યા અને માખણમાં રાંધ્યા. તેણે તેના કેટલાક ગ્રાહકોને આ પુલાવ પીરસ્યો તો તેમને એટલો ભાવ્યો કે તેઓએ આ પુલાવ ને વેચવાની ભલામણ કરી.

તવા પુલાવ એક લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે જેમાં પાવ ભાજી મસાલા, ચોખા અને શાકભાજી મુખ્ય ઘટકો છે. પરંતુ મેં અહીં સોયાબીન ચંક્સ અને કોર્ન ઉમેરી તથા સ્મોકી ફ્લેવર આપી ને પોતાનું વેરિએશન કર્યું છે. તેને લોખંડ ના તવા ઉપર બનાવવામાં આવતો હોવાથી તવા પુલાવ નામ પડ્યું છે. વર્ષા ઋતુ માં ગરમા ગરમ તવા પુલાવ ખાવા ની ખૂબ જ મજા આવે છે. તેને વન પોટ મીલ તરીકે પણ ખાઈ શકાય છે.

તે સ્વાદિષ્ટ તો છે જ, સાથે પ્રોટીન થી ભરપૂર સોયાબીન ચંક્સ, વિટામિન્સ થી ભરપૂર વેજિટેબલ્સ અને રોગપ્રતિકારક શક્તિ વધારતા મસાલાઓ ના ઉપયોગ ના કારણે ખૂબ જ હેલ્થી છે. તે ઉપરાંત કાસ્ટ આયર્ન ના તવા ઉપર બનાવવા ના કારણે તેમાં લોહ તત્વ ભળી જાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. લોખંડ નો તવો રસાયણ-યુક્ત નોનસ્ટિક પેન નો એક સ્વસ્થ વિકલ્પ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3-4 વ્યક્તિ
  1. ➡️ રેડ ગાર્લિક ચટણી ના ઘટકો:-
  2. 7-8સૂકા કાશ્મીરી લાલ મરચાં
  3. 1/4 કપગરમ પાણી
  4. 8-10લસણ ની કળી
  5. 1નાનો આદુ નો ટુકડો
  6. 1 tbspસંચર પાવડર
  7. 1/2 tspજીરા પાવડર
  8. 1 tbspધાણા જીરું પાવડર
  9. 2 tbspપાણી
  10. ➡️ ભાત બનાવવા માટે ના ઘટકો:-
  11. 1 કપસેલમ બસમાતી ચોખા
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 1/4 tspહળદર
  14. 1 tspતેલ
  15. 1/2લીંબુ નો રસ
  16. 3 કપપાણી
  17. ➡️ તવા સબજી માટે ના ઘટકો:-
  18. 2 tbspતેલ
  19. 3 tbspમાખણ
  20. 1તેજ પત્તુ
  21. 3 નંગલવંગ
  22. 5 નંગમરી
  23. 1નાનો ટુકડો તજ
  24. 1/4 tspશાહી જીરું
  25. 2મીડીયમ સાઈઝ ના સમારેલા કાંદા
  26. 2-3લીલાં મરચાં (સલાન્ટ કટ)
  27. 1સમારેલું કેપ્સિકમ
  28. 1/4 કપસમારેલું ગાજર
  29. 1/2 કપસમારેલું કોબીજ
  30. 1/2 કપબાફેલા લીલા વટાણા
  31. 1/2 કપબાફેલા મકાઈ ના દાણા
  32. 1 કપસોયાબીન ચંક્સ
  33. 1 નંગમોટું ટામેટું
  34. 1 tspગરમ મસાલો
  35. 1 tspકાશ્મીરી લાલ મરચું પાવડર
  36. 1 1/2 tbspપાવ ભાજી મસાલો
  37. મીઠું સ્વાદ પ્રમાણે
  38. 1લીંબુ નો રસ
  39. 2 tbspસમારેલી કોથમીર
  40. ➡️ સ્મોકી ફ્લેવર માટે:-
  41. 1 ટુકડોકોલસા નો
  42. 1 tspઘી
  43. કોબીજ નું નાનું પાન

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    ભાત બનાવવા માટે સેલમ બાસમતી ચોખા ને 4-5 પાણી એ ધોઈ ને પાણી માં 1 કલાક માટે પલાળી દો. હવે એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં મીઠું, હળદર, તેલ, લીંબુ નો રસ અને પલાળેલા ચોખા (પાણી નીતર્યા પછી) ઉમેરી ને પાર બોઈલ (75-80% કૂક) કરો. ત્યારબાદ પાણી સ્ટ્રેનર થી નિતારી લો અને ભાત ને ફેલાવી ને ઠંડો પડવા દો.

  2. 2

    સોયાબીન ચંક્સ ને 2-3 પાણી એ ધોઈ લો. હવે એક તપેલી માં જરૂર મુજબ પાણી ગરમ કરી તેમાં મીઠું અને સોયાબીન ચંક્સ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી બોઈલ કરો. ગેસ બંધ કરી ચંક્સ ને ગરમ પાણી માં 15-20 મિનિટ માટે સીજવા દો. હવે તેને હાથ વડે બધું પાણી નીચવી ને ચંક્સ ને એક ડીશ માં કાઢી લો.

  3. 3

    રેડ ગાર્લિક ચટણી બનાવવા માટે સૌ પ્રથમ સૂકા કાશ્મીરી લાલ મરચાં ને (બીજ કાઢ્યા બાદ) 30 મિનિટ માટે ગરમ પાણી માં પલાળી દો. હવે તેને મીક્ષી જાર માં લઇ તેમાં ઉપર જણાવેલ ચટણી ના બધા ઘટકો ઉમેરી ને વાટી લો અને પેસ્ટ બનાવી લો. રેડ ગાર્લિક ચટણી તૈયાર છે. મારા શહેર સુરત માં તવા પુલાવ સાથે ગાર્લિક કરી સર્વ કરવા માં આવે છે જે બનાવવા માટે તવા માં 1 tbsp તેલ ગરમ કરી તેમાં 3-4 tbsp રેડ ગાર્લિક પેસ્ટ, 1/2 કપ પાણી અને જરૂર મુજબ મીઠું ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કકળાવો. કરી તૈયાર છે.

  4. 4

    તવા સબ્જી બનાવવા માટે એક મોટા તવા (અથવા પેન) માં તેલ અને માખણ ગરમ કરો. તેમાં શાહી જીરું, તેજ પત્તુ, લવંગ, મરી અને તજ નો ટુકડો નાખી ને સૌતે કરો. હવે તેમાં કાંદો ઉમેરી ને હલકો ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં લીલા મરચાં અને 3 tbsp ઉપર બનાવેલ રેડ ગાર્લિક પેસ્ટ ઉમેરી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ, ગાજર, કોબીજ, બાફેલા વટાણા અને બાફેલા મક્કાઈ ના દાણા ઉમેરી 1 મિનિટ માટે સાંતળો. પછી તેમાં ટામેટા ઉમેરી ફરી 1 મિનિટ સાંતળો.

  5. 5

    હવે તેમાં ગરમ મસાલો, પાવ ભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને મિક્સ કરો. ત્યારબાદ તેમાં સોયા ચંક્સ ઉમેરી ફરી મિક્સ કરો અને 2 મિનિટ માટે કૂક કરો. તવા સબજી તૈયાર છે. તેમાં ભાત ઉમેરી ચોખા નો દાણો તૂટે નહીં એ રીતે ધ્યાન રાખી મિક્સ કરો અને છેલ્લે લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી 3-4 મિનિટ માટે કૂક કરો. તવા પુલાવ તૈયાર છે.

  6. 6

    સ્મોકી ફ્લેવર માટે ગેસ ઉપર કોલસા ના ટુકડા ને એકદમ લાલ ગરમ કરો અને તવા પુલાવ ની ઉપર કોબીજ નું પત્તુ ગોઠવી તેની ઉપર ગરમ કોલસો મુકો. કોલસા ઉપર ઘી રેડી ને 5-7 મિનિટ માટે ઢાંકણ થી ઢાંકી દો.

  7. 7

    સ્વાદિષ્ટ સ્મોકી ફ્લેવર વાળો સ્ટ્રીટ સ્ટાઇલ અંગારા સોયાબીન કોર્ન તવા પુલાવ તૈયાર છે. કોથમીર થી ગાર્નિશ કરો અને ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. તેને પાપડ, બૂંદી નું રાઇતું, રેડ ગાર્લિક કરી તથા સલાડ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes