સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#CT
#cookpadindia
#cookpadgujarati
#લોચો
#locho

દક્ષિણ ગુજરાત ના સુરત શેહર ના લોકો એટલે કે સુરતીઓ ખાવા-પીવા ના ખૂબ શોખીન હોય છે. સુરતીઓ નો સૌથી પ્રિય નાશ્તો એટલે લોચો. નામ સાંભળતા જ મોઢાં માં પાણી આવી જાય. હું એક સુરતી છું. એટલે 'મારા સિટી ની ફેમસ વાનગી' કોન્ટેસ્ટ માટે મને સુરતી લોચો યાદ ના આવે એ કેવી રીતે બને?

સુરતી ભાષા માં લોચો નો અર્થ એ છે કે કંઇક ગડબડ થઇ. લોચા ની પાછળ એક રસિક વાર્તા એ છે કે એક વખત ભૂલથી રસોઇયાએ ખમણના ખીરા માં જરૂર કરતા વધુ પાણી ઉમેર્યું જેથી તે નિયમિત કરતાં થોડું વધારે નરમ થઇ ગયું, એટલે તેણે ચીસો પાડી , "એરે આ તો લોચો થઇ ગેયો" અને તેની ભૂલ છુપાવવા માટે તેણે સ્વાદિષ્ટ મસાલેદાર ટોપિંગ્સ સાથે આ પોચા ખમણ જેવા પદાર્થ ને પોતાના ગ્રાહકો ને 'લોચો' નામ થી સર્વ કર્યો. ગ્રાહકો ને તે ખૂબ જ ભાવ્યો અને ત્યારે આ ડીશ નો જન્મ થયો.

હવે તો લોચો માત્ર સુરત માંજ નહિ પણ ગુજરાત ના અન્ય શહેરો માં પણ મળતો થઇ ગયો છે. તે ઉપરાંત લોચા ની અનેક વેરાઈટી પણ બજાર માં આવી ગઈ છે. મેં અહીં સુરતી લોચો તેના મૂળ સ્વરૂપ માં પ્રસ્તુત કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4-5 વ્યક્તિ
  1. ➡️ સુરતી લોચા ના ઘટકો:
  2. 2 કપચણા ની દાળ
  3. 6 tbspઅડદ ની દાળ
  4. 1/2 વાડકીપૌવા
  5. 4 tbspબેસન
  6. ચપટીહળદર
  7. 1 1/2લીંબુ નો રસ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ચપટીહિંગ
  10. 1 1/2 tbspઆદુ ની પેસ્ટ
  11. 2 tbspલીલાં મરચાં ની પેસ્ટ
  12. ઇનો ફ્રૂટ સોલ્ટ - રેગ્યુલર (જરૂર મુજબ)
  13. ➡️ ગાર્નિશિંગ માટે:
  14. લોચા મસાલો (સ્પ્રિંકલ)
  15. મેથિયા મસાલો (સ્પ્રિંકલ)
  16. 1 tbspકોથમીર
  17. 1-2 tbspજીણી સેવ
  18. 2-3 tbspજીણો સમારેલો કાંદો
  19. શીંગ તેલ (જરૂર મુજબ)
  20. બટર (જરૂર મુજબ)
  21. ➡️ ચટણી માટે ના ઘટકો:
  22. 1 કપકોથમીર
  23. 7-8ફુદીના ના પાન
  24. 1 tspજીરું
  25. 1નાનો આદુ નો ટુકડો
  26. 3-4લીલાં મરચાં
  27. 1 tbspખાંડ
  28. 1લીંબુ નો રસ
  29. મીઠું સ્વાદ પ્રમાણે
  30. ➡️ તળેલાં મરચાં માટે ના ઘટકો:
  31. 7-8મોટા લીલાં મરચાં
  32. મીઠું સ્વાદ પ્રમાણે
  33. તળવા માટે તેલ
  34. ➡️ લોચા મસાલા માટે ના ઘટકો:
  35. 1/4 tspમરી પાઉડર
  36. 1/4 tspશેકેલું જીરા પાઉડર
  37. 1/4 tspચાટ મસાલા પાઉડર
  38. 1/4 tspલાલ મરચું પાઉડર
  39. 1/4 tspસંચર પાઉડર
  40. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ અને અડદ ની દાળ ને 5-6 વાર પાણી થી ધોઈ ને 7-8 કલાક માટે પાણી માં પલાળી રાખો. દાળ વાટવા ના 15 મિનિટ પેહલા પૌવા ને પાણી થી ધોઈ ને પાણી માં પલાળી દો. ત્યારબાદ પૌવા ને મીક્ષી જાર માં પીસી લો. હવે પલાળેલી દાળ નિતારી ને મીક્ષી જાર માં લઇ લો. પાણી ને ફેંકવાનું નથી. દાળ વાટતી વખતે આજ પાણી ઉમેરી ને દાળ પીસી લો.

  2. 2

    હવે એક એર ટાઈટ ડબ્બા માં વાટેલા પૌવા અને વાટેલી દાળ ઠાલવી ને તેમાં બેસન, ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બધું હાથ વડે મિક્સ કરી લો (એક જ દિશા માં હલાવવું). હવે ડબ્બા ને બંધ કરી ને હુંફાળી જગ્યા એ 8-10 કલાક માટે આથો લાવવા માટે મૂકી દો. આથો આવ્યા પછી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ, હિંગ ઉમેરી મિક્સ કરો. લોચા નું ખીરું તૈયાર છે.

  3. 3

    લોચા મસાલો બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો લઇ ને બરાબર મિક્સ કરો. લોચા મસાલો તૈયાર છે.

  4. 4

    હવે સ્ટીમર કૂકર (વરાળિયું) માં પાણી ભરી તેમાં તેલ થી ગ્રીઝ કરેલી લોચા ની ટ્રે મૂકી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો. હવે 6-7 ચમચા લોચા નું ખીરું એક તપેલી માં લઇ તેમાં 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ નાખો અને ઉપર 1/2 ચમચી જેટલું પાણી નાખો જેથી ઇનો એકટીવ થઇ જાય અને તેને એક જ દિશા માં ફેંટી લો. (ખીરા ની કોંસિસ્ટેંસી ઢોસા ના બેટર જેવી રાખવી).

  5. 5

    હવે આ બેટર ને સ્ટીમર માં ગ્રીઝ કરેલી ટ્રે માં રેડી દો અને સ્ટીમર નું ઢાંકણ ઢાંકી ને 15 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર સ્ટીમ થવા દો. સ્ટીમર નું ઢાંકણ વચ્ચે થી ખોલવું નહિ.15 મિનિટ પછી લોચા ને સેર્વિંગ પ્લેટ માં લઇ તેની ઉપર ગાર્નિશિંગ માટે ઉપર જણાવેલ ઘટકો વડે ગાર્નિશ કરો. સુરતી લોચો તૈયાર છે.

  6. 6

    ચટણી બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો મીક્ષી માં લો. તેમાં 1/2 કપ લોચો અને 1/4 કપ પાણી (ચટણી ની ઢીલાશ પ્રમાણે) ઉમેરી પીસી લો. ચટણી તૈયાર છે.

  7. 7

    તળેલાં મરચાં બનાવવા માટે મરચાં ને ગરમ તેલ માં તળી તેની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું ભભરાવી ને મિક્સ કરો. મરચાં તૈયાર છે.

  8. 8

    તો તૈયાર છે સુરતી સ્પેશ્યલ લાજવાબ સુરતી લોચો. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. તેને ચટણી, કાંદા, તળેલા મરચાં તથા ચા - કોફી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes