લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

આ અથાણું સ્વાદ માં ખાટું મીઠુ અને ટેસ્ટી બને છે.અને આખું વર્ષ સારું રહે છે.વિટામિન થી ભરપુર અને તંદુરસ્તી માટે ઉત્તમ છે.

લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)

આ અથાણું સ્વાદ માં ખાટું મીઠુ અને ટેસ્ટી બને છે.અને આખું વર્ષ સારું રહે છે.વિટામિન થી ભરપુર અને તંદુરસ્તી માટે ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામલીંબુ
  2. 600 ગ્રામખાંડ અથવા ગોળ
  3. 2 ટી સ્પૂનમીઠું
  4. 2 ટી સ્પૂનહળદર
  5. 2 ટી સ્પૂનશેકેલું જીરું
  6. 2 ટી સ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીંબુ ને ધોઈ કોરા કરી અડધા કાપા પાડી,બી કાઢી ને તેમાં મીઠું અને હળદર નાખી હલાવી કાચની બરણી માં એક મહિના દિવસ માટે મૂકી રાખો.વચ્ચે વચ્ચે લીંબુ ને હલાવતા રહેવું.

  2. 2

    ત્યાર બાદ લીંબુ માં સમારેલો ગોળ (અથવા ખાંડ..તમે બન્ને પણ સરખા પ્રમાણ માં લઇ શકો છો) નાખી ગેસ પર મૂકો.બરાબર ઓગળી જાય ત્યાં સુધી જ ગેસ પર રાખવાના છે.

  3. 3

    હવે ગેસ પર થી ઉતરી ઠંડું થાય એટલે વાટેલું જીરું અને લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે કાચ ની બરણી માં ભરી સ્ટોર કરી લો.આ અથાણું આખું વરસ સારું રહે છે.અને સ્વાદિષ્ટ તેમજ પાચક પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes