ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#CB9 Week-9
ખજૂર પાક
આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૮ પીસ
  1. ૨૫૦ ગ્રામ ખજૂર
  2. ૩ ટેબલ સ્પૂનઘી
  3. ૨ ટેબલ સ્પૂનગુંદર
  4. ૨ ટેબલ સ્પૂનબદામ
  5. ૨ ટેબલ સ્પૂનકાજુ
  6. ૧ ટેબલ સ્પૂનદળેલી સાકર
  7. ૧ ચપટીઇલાયચી નો ભૂકો
  8. ૧ ચપટીજાયફળ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ખજૂર ના ઠળિયા કાઢી લો. હવે ખજૂર ને કાપી લો.

  2. 2

    એક કડાઈ માં દોઢ ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકો. હવે ગુંદરને થોડો થોડો નાખી બે ત્રણ વારમાં તળી લો. એક પ્લેટમાં કાઢી વાટકી થી દબાવી ભૂકો કરી લો.

  3. 3

    હવે કાજુ બદામ ને અધકચરા ખાંડી લો. કડાઈ ના વધેલા ઘી માં શેકી લો. એક પ્લેટ માં કાઢી લો.

  4. 4

    હવે વધેલું દોઢ ટેબલ સ્પૂન ઘી ગરમ કરો, એમાં ધીમા તાપે ખજૂર શેકી લો. લગભગ પાંચ મિનિટ પછી માવા જેવું થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો.

  5. 5

    હવે તેમાં ગુંદર, કાજુ, બદામ, ઇલાયચી, જાયફળ અને સાકર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે એક મોલ્ડ માં ઘી લગાવી મિશ્રણ ને કાઢી લો અને વાટકી થી દબાવી સેટ કરી લો. થોડું ઠંડું થયા બાદ 1/2 કલાક ફ્રીજ માં મૂકો. હવે ફ્રીજ માં થી કાઢી કટકા કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes