મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

શિયાળામાં મેથીપાક ખાવાથી શરીરમાં ખૂબ ઉર્જા ઉત્પન્ન થાય છે.. મેથી થી શરીર માં વા મટે છે.. ગુંદર થી હાડકાં મજબૂત રહે છે.. ઘી શરીર ને પુષ્ટ બનાવે છે..સુંઠ અને ગંઠોડા સુકોમેવો શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.. ગોળ હિમોગ્લોબીન વધારે છે.. એટલે શિયાળામાં મેથીપાક ખાવાથી શરીર ચુસ્ત રહે છે..

મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

શિયાળામાં મેથીપાક ખાવાથી શરીરમાં ખૂબ ઉર્જા ઉત્પન્ન થાય છે.. મેથી થી શરીર માં વા મટે છે.. ગુંદર થી હાડકાં મજબૂત રહે છે.. ઘી શરીર ને પુષ્ટ બનાવે છે..સુંઠ અને ગંઠોડા સુકોમેવો શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.. ગોળ હિમોગ્લોબીન વધારે છે.. એટલે શિયાળામાં મેથીપાક ખાવાથી શરીર ચુસ્ત રહે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1,5 કિલોઘી
  2. 500 ગ્રામઘઉં નો કરકરો લોટ
  3. 100 ગ્રામઅડદનો લોટ
  4. 250 ગ્રામગુંદર
  5. 250 ગ્રામકોપરાનું ખમણ
  6. 250 ગ્રામમેથી પાઉડર
  7. 100 ગ્રામબદામ
  8. 100 ગ્રામગંઠોડાનું ચૂર્ણ
  9. 150 ગ્રામસુંઠ પાઉડર
  10. 50 ગ્રામખસખસ
  11. 50 ગ્રામપિસ્તા
  12. 2 નંગજાયફળ
  13. 500 ગ્રામસાકર
  14. 1 કિલોગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    . મેથી પાઉડર ને 500ગ્રામ ઘીમાં ભેળવી દો અને પછી ચાર થી પાંચ દિવસ સુધી ડબ્બામાં ભરી મુકી રાખો. પછી બધી સામગ્રી એકત્ર કરી લો.... હવે ગુંદર અને સાકર અલગ અલગ મિક્સર માં દળીને બાજું માં રાખો.બદામ, પિસ્તા ની કતરણ કરી લો.. જાયફળ પાઉડર બનાવી લો..

  2. 2

    હવે એક કડાઈમાં ઘી નાખી ને ઘઉં નો કરકરો લોટ નાખી ને ધીરે તાપે શેકવો.. અધકચરો શેકાઈ જાય એટલે તેમાં અડદનો લોટ નાખી ને બરાબર મિક્સ કરો અને ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો.. પછી મેથી જે ઘીમાં ભેળવી હતી તે ઉમેરો અને બરાબર મિક્સ કરો.. હવે બધું જ વસાણું વારાફરતી ઉમેરતા જાવ અને મિક્સ કરો.. ગેસ બંધ કરી દો.

  3. 3

    દળેલી સાકર પણ મિક્સ કરો અને..હવે ગોળ એક કડાઈમાં બે ચમચી ઘી નાખીને ઓગળવા મુકી દો.. સાધારણ ઓગળવા માંડે ત્યારે ગેસ બંધ કરી દો અને બધું જ મિક્સ કરો..

  4. 4

    હવે થાળીમાં ઘી લગાવી દો અને પછી ફટાફટ થાળીમાં પાથરી દો અને વાટકી થી એકસરખી કરી લો.. ઉપર કોપરાનું ખમણ,બદામ, પિસ્તા ની કતરણ પાથરી હાથથી દબાવી લો..કાપા પાડી ને તૈયાર કરી..ઠરવા માટે ચાર થી પાંચ કલાક માટે ઢાંકીને મૂકી દો..

  5. 5

    હવે મેથીપાક થાળીમાં થી કાઢી ને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes