પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..
Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા

પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)

બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..
Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપજુવાર નો લોટ
  2. ૧ કપમકાઈ નો લોટ
  3. ૧/૨ કપઘઉં નો લોટ
  4. ૧ કપધોઈ ને કાપેલી પાલક
  5. ૨ ટેબલસ્પૂનલીલા ધાણા
  6. ૨ ટેબલસ્પૂનદહીં
  7. ૧ ટેબલસ્પૂનઅથાણાં નો મસાલો
  8. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ટેબલસ્પૂનધાણાજીરૂ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ ચમચીઅજમો
  13. ૧ ટેબલસ્પૂનતલ
  14. ૧ ટેબલસ્પૂનતેલ મોણ માટે
  15. ૧/૨ કપપાણી,કણક બાંધવા
  16. જરુર મુજબ તેલ થેપલા શેકવા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    ત્રણેય લોટ ભેગા લેવા અને ઉપરોક્ત બધા મસાલા,પાલક ધાણા,મોણ અને દહીં નાખી લોટ ને મસળી લેવો અને થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી ૧૦ મિનિટ નો રેસ્ટ આપવો.

  2. 2

    રેસ્ટ આપ્યા બાદ લોટ માંથી લુવો લઈ અટામણ સાથે થેપલું વણી લેવું

  3. 3

    બંને બાજુ તેલ કે ઘી મૂકી ગુલાબી છાંય પડે એવું શેકી લેવું.

  4. 4

    ન્યુટ્રિશન થી ભરપુર થેપલા તૈયાર છે..
    મે અહીં રસા વાળા બટાકા ના શાક અને આથેલા મરચા સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes