છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#FFC6
#Week 6
#પોસ્ટ ૧

છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati)

#FFC6
#Week 6
#પોસ્ટ ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. રગડા માટે
  3. ૧ વાટકીછોલે ૫ કલાક પાણી માં પલાળી ને
  4. ૨ નગઝીણી સમારેલી ડુંગળી
  5. ૨ નગટામેટા ની પ્યુરી
  6. ૨ નગતમાલ પત્ર
  7. ૪ નગલવિંગ
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૨ મોટી ચમચીતેલ
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૧ ચમચીધાણા પાઉડર
  14. ૧/૨ ટી સ્પૂનજીરું
  15. સમોસા માટે
  16. લોટ બાંધવા માટે
  17. ૨ કપમેંદો
  18. સ્વાદ પ્રમાણેમીઠું
  19. ૨ ચમચીઘી
  20. સ્ટફિંગ માટે
  21. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  22. ૧ કપબાફેલા વટાણા
  23. ૧ ચમચીલસણ મરચા ની પેસ્ટ
  24. સ્વાદ પ્રમાણેમીઠું
  25. ૧ ચમચીગરમ મસાલો
  26. ૧/૨ ચમચી હળદર
  27. ૧ ચમચીમરચું પાઉડર
  28. ૧ મોટી ચમચીતેલ
  29. તળવા માટે તેલ
  30. ચાટ બનાવવા માટે
  31. ૧ કપવલોવેલું દહીં
  32. ૧/૨ કપઝીણી સેવ
  33. જરૂર મુજબ કોથમીર મરચા ની ચટણી
  34. જરૂર મુજબ આંબલી ની ગડી ચટણી
  35. ૨ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  36. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  37. ૨ ચમચીઝીણા સમારેલા ટામેટા
  38. ૨ ચમચીદાડમ ના દાણા
  39. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેળા ના લોટ માં મિદુ અને તેલ નાખી લોટ બાંધી લો પછી એક કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો પછી તેમાં બટાકાનો માવો અને બાફેલા વટાણા નાખી તેમાં મીઠું,મરચુ.,હળદર,ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો બાંધેલા લોટને મસળી ને તેના લુઆ કરી મોટી પૂરી કરી લો તેને વચ્ચે થી કટ કરી ને કિનારી પર પાણી લગાવી વાળી વચ્ચે તૈયાર કરેલ મસાલો ભરી ઉપર ની બાજુ પાણી લગાવી ને વાળી લી અને સમોસા ને ગરમ તેલ માં તળી લો

  2. 2

    પછી છોલે માં થોડું મીઠું નાખી ને બાફી લો

  3. 3

    પછી એક કડાઈ માં તેલ લી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો જીરું તતડે એટલે તેમાં તમાલ પત્ર અને લવિંગ નખીન્ડી પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દો ડુંગળી નો કલર બદલાય એટલે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળી અને તેમાં ટામેટા ની પ્યુરી એડ કરી પછી તેમાં મીઠું, મરચુ, હળદર, ગરમ મસાલો નાખી બરાબર હલાવી ને મસાલા મિક્સ થઈ જાય અને તેલ છુટું પડે એટલે તેમાં બાફેલા છોલે નાખી દો અને બરાબર ઉક.જાય એટલે ગેસ બંધ કરી લો

  4. 4
  5. 5

    પછી એક પ્લેટ માં સમોસા ના ટુકડા કરી ઉપર રગડો નાખી દો પછી ઉપર કોથમીર મરચા ની ચટણી નાખી ઉપર આંબલી ની ચટણી નાખી દો અને તેની ઉપર દહીં નાખી દો પછી એની સેવ નાખી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા નાખી દો ફરી થી કોથમીર મરચા ની ચટણી નાખી આંબલી ની ચટણી નાખી દો ઉપર ઝીણી સેવ નાખી ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટા નાખી દો પછી ઉપર દાડમ ના દાણા નાખી
    ચાટ મસાલો છાંટી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

  6. 6
  7. 7

    તૈયાર છે છોલે રગડા સમોસા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes