છોલે ટિક્કી ચાટ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે.

છોલે ટિક્કી ચાટ

આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. છોલે માટે
  2. ૩ કપ છોલે
  3. ૧ કપ ડુંગળી ટામેટા ની ગ્રેવી
  4. ૨ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી ધાણા જીરું
  8. ૧ ચમચી છોલે મસાલો
  9. ૧/૨ ચમચી મરી પાઉડર
  10. ૧ લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ટીક્કી માટે
  13. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  14. ૧ ચમચી લાલ મરચું
  15. ૧ ચમચી જીરા પાવડર
  16. ૧ ચમચી ગરમ મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ખજૂર આમલી ની ચટણી
  19. ફુદીના કોથમીર ની ચટણી
  20. લસણ ની ચટણી
  21. ૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  22. ૨ નંગ ટામેટા ઝીણા સમારેલા
  23. કોથમીર
  24. ચાટ મસાલો
  25. સેવ
  26. તેલ વઘાર માટે અને ટીક્કી શેકવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કાબુલી ચણા ને ૫ થી ૬ કલાક પાણી માં પલાળી રાખવા. ત્યારબાદ બાફવા.

  2. 2

    એક પેન મા તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી. ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી હલાવવું. થોડી વાર બાદ હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને મરી પાવડર નાખી શેકવું. ૩ થી ૪ મિનિટ શેકાયા બાદ તેમાં છોલે નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. જરૂર મુજબ પાણી નાખવું. જેથી છોલે માં રસો રહે. છોલે તૈયાર.

  3. 3

    બાફેલા બટાકા નો છૂંદો કરી તેમાં મીઠું,મરચું, જીરા પાવડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ટીક્કી વાળી લેવી. આ ટીક્કી ને તવી પર તેલ લગાવી શેકી લેવી. ટીક્કી તૈયાર.ટીક્કી માં બ્રેડ ક્રમ્બસ નાખી ને ચોખ્ખા ઘી માં જો ટીક્કી તળી એ તો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે.

  4. 4

    ટીક્કી એક પ્લેટ માં કાઢી તેના પર છોલે નાખવા. ત્યાર બાદ આમલી ખજૂર ની ચટણી, ફુદીના કોથમીર ની ચટણી અને લસણ ની ચટણી મૂકી ડુંગળી, ટામેટાં નાખી સેવ નાખવી અને છેલ્લે ચાટ મસાલો છાંટી કોથમીર થી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes