થાલીપીઠ

Juliben Dave
Juliben Dave @julidave

મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10
થાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારમાં થાલીપીઠ ખાવામાં આવે છે. મલ્ટીગ્રેન લોટ અને શાકભાજીથી બનતી પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે.

થાલીપીઠ

મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10
થાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારમાં થાલીપીઠ ખાવામાં આવે છે. મલ્ટીગ્રેન લોટ અને શાકભાજીથી બનતી પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીથાલીપીઠનો લોટ (લોટની રીત નીચે આપેલ છે)
  2. ૧ નંગબાફેલું બટાકુ
  3. ૨ ચમચીકોબીજ જીણી સમારેલી
  4. ૧ નંગડુંગળી જીણી સમારેલી
  5. ૨ ચમચીકોથમીર સમારેલી
  6. ૧ ચમચીલીલા આદુંમરચાં લસણની પેસ્ટ
  7. ૧ ચમચીતલ
  8. મીઠું સ્વાદમુજબ
  9. ચપટીહળદર
  10. લાલ મરચું સ્વાદમુજબ
  11. ચપટીહિંગ
  12. તેલ કે ઘી શેકવા માટે
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ થાલીપીઠનો લોટ બનાવવા માટે ચોખા, બાજરી, જુવાર, ઘઉં, ચણાની દાળ, અડદની દાળ, મસૂરની દાળ, આખા ધાણા અને જીરાને એક કઢાઈમાં એક પછી એક હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો. ચોખા, બાજરી, જુવાર, ઘઉં, ચણાની દાળ, અડદની દાળ, મસૂરની દાળ, આખા ધાણા અને જીરું(ધાણા અને જીરું ૧ -૧ચમચી) શેકાઈ જાય ત્યારબાદ ઠંડુ થયા બાદ મિક્સરમાં ઝીણું ક્રશ કરીને લોટ બનાવી લો.

  2. 2

    હવે એક વાસણમાં 2 કપ તૈયાર કરેલો લોટ લો. તેમાં મીઠું, હળદર, લાલ મરચું, લીલી કોથમીર, તલ, કોબીજ, ઝીણી સમારેલી ડુંગળી અને મેશ કરેલા બટાકાંમાં એક ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. હુંફાળા પાણીથી લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયા પછી 15 મિનિટ માટે પ્લેટ ઢાંકીને મૂકી દો.

  3. 3

    15 મિનિટ પછી બાંધેલા લોટના લુઆ કરી નાના ગોળ આકારમાં વણી લો. થાલીપીઠની વચ્ચે આંગળીથી કાણું પાડી લો. ત્યાર બાદ ગેસ પર લોઢી (પેન) ગરમ કરી લો અને પછી મીડિયમ ફ્લેમ રાખેલી લોઢી પર તેલ લગાવીને થાલીપીઠને બંને બાજુ બરાબર શેકી લો. ગરમ ગરમ થાલીપીઠને થેચ,દહીં અને લાલ મેથિયા મરચા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes