અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

વિન્ટર વસાણા 🙌💪🤩
#VR
#Cookpad
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR8
Week 8

અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

વિન્ટર વસાણા 🙌💪🤩
#VR
#Cookpad
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR8
Week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામઅડદ નો લોટ
  2. 150 ગ્રામચણાદાળ નો લોટ
  3. 100 ગ્રામઅડદિયા મસાલો
  4. 100 ગ્રામકાજુ, બદામ અને પીસ્તા ની કતરણ
  5. 100 ગ્રામખાવા નો ગુંદ
  6. 25 ગ્રામખસખસ
  7. 250 ગ્રામમોળો માવો
  8. 500 ગ્રામખાંડ
  9. 500 ગ્રામઘી
  10. 3 ચમચીદૂધ
  11. પાણી જરૂર મુજબ
  12. અડદિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
  13. 25 ગ્રામસૂંઠ પાઉડર
  14. 25 ગ્રામપીપરમુલ પાઉડર
  15. 10 ગ્રામનાગકેસર
  16. 10 ગ્રામવરિયાળી
  17. 20 ગ્રામસફેદ મુસલી
  18. 20 ગ્રામકાળી મુસલી
  19. 5 ગ્રામઇલાયચી
  20. 5 ગ્રામલવિંગ
  21. 5 ગ્રામમરી
  22. 1મોટી ઇલાયચી
  23. 1/2જાયફળ
  24. તજ નો ટુકડો 1 નાનો
  25. જાવેત્રી 3-4 ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ અને ચણાદાળ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી દૂધ અને ત્રણ ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો

    હવે ગેસ પર એક કડાઈમાં પા કપ ઘી ગરમ કરવા મૂકો ઘી થોડું ગરમ થાય એટલે એમાં ગુંદ થોડો થોડો નાખી ને ગોલ્ડન તળી લ્યો આમ બધો ગુંદ તળી લ્યો હવે એજ કડાઈ માં બીજો પા કપ ઘી નાખો સાથે છીણેલો માવો નાખી ધીમા તાપે માવા નો રંગ થોડો ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ને માવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો

  2. 2

    હવે બીજી કડાઈ માં બાકી નું ઘી નાખો ને એમાં ચાળી રાખેલ લોટ નાખી લોટ ને પંદર વીસ મિનિટ સુંધી શેકો લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાં બાદ ગેસ સાવ ધીમો કરી નાખો અને એમાં શેકી રાખેલ માવો, ગુંદ, ડ્રાય ફ્રુટ અને અડદિયા મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

    ચાસણી બનાવવા એક તપેલી માં ખાંડ નાખો અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો,

  3. 3

    ચાસણી તૈયાર થઈ જાય એટલે ચાસણી ને શેકી રાખેલ સામગ્રી માં નાખી ને બરોબર મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને દસ પંદર મિનિટ પછી ચાકુ થી કાપા પાડી લ્યો ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો ત્યાર બાદ ફરી ચાકુ થી કાપા પડો ને પીસ તૈયાર કરી લ્યો તો તૈયાર છે અડદિયા પાક,,,તમને ગમે તે આકારમાં બનાવી શકો,,

  4. 4

    અડદિયા મસાલો બનાવવાની રીત : ગેસ પર એક કડાઈ માં સૂંઠ પાઉડર,પીપરમુલ પાઉડર, નાગકેસર, વરિયાળી, સફેદ મુસલી, કાળી મુસલી, ઇલાયચી, લવિંગ, મરી, મોટી ઇલાયચી, જાયફળ, તજ નો ટુકડોનાનો અને જાવેત્રી ફૂલ ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ અલગ અલગ શેકી લ્યો ત્યાર બાદ ઠંડા કરી પીસી લ્યો તો તૈયાર છે અડદિયા મસાલો

    અહી તમે એકલા અડદ નો લોટ પણ વાપરી શકો છોઅથવા ઘઉં લોટ પણ ઉમેરી શકો

    ખાંડ ની ચાસણી એક તાર ની બનાવી જો ઓછી બનાવશો તો અડદિયા નો આકાર નહિ રહેને વધારે બનાવશો તો અડદિયા કડક થઇ જસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes