પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#ATW1
#TheChefStory
#cookpadgujarati
ચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.
આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૬ પ્લેટ
  1. ૪૦ નંગ ચાટ પૂરી
  2. ૩/૪ કપ મગ
  3. ૩ નંગબટેકા મીડીયમ સાઈઝના
  4. સ્વાદ અનુસારમીઠું મગ બટાકા બાફવા માટે
  5. ૩ નંગટામેટાં ઝીણા સમારેલા
  6. 3 નંગડુંગળી ઝીણી સમારેલી
  7. 3 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  8. ૧ કપમસાલા શીંગ
  9. ૧ કપઝીણી સેવ
  10. ૧/૨ કપખજૂર આમલીની ખાટી મીઠી ચટણી
  11. ૧/૨ કપકોથમીર ફુદીનાની લીલી ચટણી
  12. ૧/૪ કપલસણની લાલ ચટણી
  13. ૧/૨ કપમીઠું દહીં
  14. ૧/૨ કપસમારેલા લીલા ધાણા
  15. જરૂર મુજબ ચાટ મસાલો
  16. ગાર્નીશ માટે
  17. જરૂર મુજબ દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ અને બટેકાને સારી રીતે ધોઈ કુકરમાં મીઠું અને પાણી નાખી ત્રણ ચાર સીટી વગાડી બાફી લેવા.

  2. 2

    હવે એક પ્લેટમાં ચાટ પૂરી ગોઠવી તેના પર બાફેલા મગ બટેકા ના કટકા સમારેલા ટામેટાં ડુંગળી લીલા મરચાં મૂકી જરૂર મુજબ ચાટ મસાલો સ્પ્રેડ કરો.

  3. 3

    હવે તેના પર લીલી ચટણી ખજૂર આમલીની ચટણી લસણવાળી ચટણી અને દહીં સ્પ્રેડ કરો

  4. 4

    પછી ફરી પાછું મગ બટાકા ડુંગળી ટમાટા મરચા અને ત્રણેય ચટણીનું બીજું લેયર કરો પછી ઉપર લીલી કોથમીર મસાલા શીંગ અને સેવ છાંટો.

  5. 5

    હવે દાડમના દાણા થી ગાર્નીશ કરી ચટપટી પાપડી ચાટ પૂરી સર્વ કરો અને મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes