પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#સ્નેક્સ
#પોસ્ટ૧
ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો.

પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)

#સ્નેક્સ
#પોસ્ટ૧
ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યકિત
  1. પાપડી માટે:
  2. ૧+૧/૨ કપ મેંદો
  3. ૧/૨ કપઘઉં નો લોટ
  4. ૨ ટેબલસ્પૂનબારીક સુજી કે રવો
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૨ ટેબલસ્પૂનતેલ મોણ માટે
  7. ૧ ટીસ્પૂનઅજમો
  8. પાણી જરૂર મુજબ
  9. તળવા માટે તેલ
  10. ચાટ માટે:
  11. ૨ કપબાફી ને છુંદેલા બટાકા
  12. ૩ ટેબલસ્પૂનબાફેલા ચણા
  13. ૩ ટેબલસ્પૂનબારીક સમારેલ ડુંગળી
  14. ૨ ટેબલસ્પૂનદાડમ ના દાણા
  15. ૧/૨ કપઝીણી સેવ
  16. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર
  17. ૧/૨ કપખજૂર આમલીની ચટણી
  18. ૧/૪ કપલસણ ની ચટણી
  19. ૧/૪ કપમરચાની લીલી ચટણી
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. ૧ ટીસ્પૂનચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પાપડી માટે: સૌ પ્રથમ એક કથરોટ માં મેંદો, સુજી અને ઘઉં નો લોટ ચાળી લો. હવે તેમાં મીઠું, અજમો અને તેલ ઉમેરી હાથ થી મસળી લો. પાણી ઉમેરતા જઈ કણક બાંધી લો.

  2. 2

    હવે કણક માંથી લુઆ પાડી લો. હવે મોટી રોટલી વણી લો. હવે કાંટા ચમચી વડે કાણા કરી લો. નાની વાટકી અથવા ગોળ કુકી કટર થી નાની પાપડી પૂરી કાપી લો. (આ માપ પ્રમાણે લગભગ ૫૦ જેટલી પાપડી બનશે)

  3. 3

    આવી રીતે બધી પાપડી વણી ને તૈયાર કરી લો. ત્યારબાદ ગરમ તેલ માં ગોલ્ડન થાય એવી તળી લો.

  4. 4

    પાપડી ને હવાચુસ્ત ડબ્બા માં ભરી ને રાખો જેથી તેને ૧ મહિના સુધી સારી રાખી શકાય.

  5. 5

    ચાટ માટે: એક બોલ માં છૂંદેલા બટાકા લઈ તેમાં મીઠું ઉમેરી લો. હવે ચણા નાખી ને મિક્સ કરી લો.

  6. 6

    હવે એક ડિશ માં તૈયાર કરેલ પાપડી ગોઠવો. બધી પાપડી પર બટાકા અને ચણા નું મિશ્રણ મૂકો.

  7. 7

    ત્યારબાદ ડુંગળી, દાડમ ના દાણા, લીલી ચટણી, લસણ ની ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખો.

  8. 8

    હવે સેવ, ચાટ મસાલા અને કોથમીર ભભરાવી ને પાપડી ચાટ ને પીરસો.

  9. 9

    તૈયાર છે સરસ મજાની ચટપટી પાપડી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes