ઘુઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)

#Week 1
#ATW1
#TheChefStory
Street food recipe challenge
#ઘુઘરા સેન્ડવીચ
માણેકચોક, અમદાવાદ ની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવીચ.....આ સેન્ડવીચ માં કેપ્સીકમ, ડુંગળી, ચીઝ,ચાટ મસાલો,કાળા મરી પાઉડર અને જો ઈચ્છો તો રેડ ચીલી ફલેકસ...બસ...ટોસ્ટ કરો ને મોજ થી આરોગો. તમે ઈચ્છો તો મકાઈ ના દાણા ના દાણા કે બીજા શાક ઉમેરી શકો.
ઘુઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Week 1
#ATW1
#TheChefStory
Street food recipe challenge
#ઘુઘરા સેન્ડવીચ
માણેકચોક, અમદાવાદ ની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવીચ.....આ સેન્ડવીચ માં કેપ્સીકમ, ડુંગળી, ચીઝ,ચાટ મસાલો,કાળા મરી પાઉડર અને જો ઈચ્છો તો રેડ ચીલી ફલેકસ...બસ...ટોસ્ટ કરો ને મોજ થી આરોગો. તમે ઈચ્છો તો મકાઈ ના દાણા ના દાણા કે બીજા શાક ઉમેરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
સેન્ડવીચ ચટણી માટે :
- 2
કોથમીર, ફુદીના ના પાન, મીઠા લીમડા નાં પાન અને આદુ ને ધોઈ,કાપી ને મિક્ષચર જાર માં ઉમેરો,પછી તેમાં મરી પાઉડર, ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર, દાળિયા, શીંગદાણા, લીંબુ નો રસ અને બરફ ના ટૂકડા ઉમેરી નો પીસી લો.
- 3
તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો.
- 4
ઘુઘરા સેન્ડવીચ બનાવવા માટે :
- 5
સૌપ્રથમ બ્રેડ લો,તેના પર માખણ અને પછી ચટણી લગાવો.
- 6
હવે,તેનાં પર ઝીણાં સમારેલા કેપ્સીકમ રાખો અને પછી જીણી સમારેલી ડુંગળી ઉમેરી ને પાથરી લો.પછી કોથમીર પાથરો.
- 7
તેનાં પર કાળા મરી પાઉડર, ચાટ મસાલો અને રેડ ચીલી ફલેકસ એક પછી એક ભભરવો.
- 8
હવે,ફીલીંગ ની સપાટી પર ચીઝ કયૂબ કે તમને પસંદ હોય એ ચીઝ ખમણી ને પાથરો.
- 9
એક ફીલીંગ વાળી તૈયાર કરેલ બ્રેડ સ્લાઈસ પર બીજી ફીલીંગ વાળી તૈયાર કરેલ બ્રેડ સ્લાઈસ રાખી ને તેની પર ત્રીજી બ્રેડ સ્લાઈસ પર માખણ અને પછી ચટણી લગાવી ને એ બ્રેડ ઢાંકી દો,તેની પર સરસ માખણ લગાવી દો.સેન્ડવીચ ટોસ્ટર(નૉનસિટક પેન)મા માખણ લગાવેલ ભાગ હળવેક થી નીચે તરફ રાખો પછી બ્રેડ ની ઉપર ની તરફ પણ માખણ લગાવી ને સરસ બંને બાજુ શેકી લો.(૨- ૨ મિનિટ કે પછી ક્રિસ્પી થાય ત્યાં સુધી)
- 10
- 11
તો તૈયાર છે...ઘુઘરા સેન્ડવીચ કાપી ને ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો ને મોજ થી આરોગો.
Similar Recipes
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
-
લચકો ભેળ (Lachko Bhel Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Street food Recipe challenge Rita Gajjar -
નાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા કંદ(રતાળું) ચાટ
#Week 1#ATW1#TheChefStoryStreet food recipe challengeનાથદ્વારા માં આવેલ ખાવા - પીવા ની બજાર માણેકચોક માં આ રતાળુ ચાટ'મળે છે...આજે મેં ઘરે બનાવી છે. Krishna Dholakia -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndiaઅમદાવાદ માણેકચોક સ્ટાઈલ ઘૂઘરા સેન્ડવીચ Rajvi Bhalodi -
ધુધરા સેન્ડવીચ(ghugra sandwich recipe in Gujarati)
#વેસ્ટઆ સેન્ડવીચ અમદાવાદ માં માણેકચોક ની ફેમસ સેન્ડવીચ છે.ખુબ જ ટેસ્ટી લાગે છે. ઝડપ થી બની જાય છે. Bijal Preyas Desai -
ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
#CT#COOKPADGUJRATI#COOKPADINDIA સેન્ડવીચ એ દુનિયાભરના રેસ્ટોરન્ટમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે દરેક પ્રાંતની સેન્ડવીચ ના સ્વાદ, સાઈઝ ,બનાવવાની પદ્ધતિ માં વિવિધતા જોવા મળે છે. અમદાવાદ ખાણીપીણી નું સૌથી પ્રાચીન સ્થળ એટલે કે માણેકચોક નું રાત્રી બજાર..... અહીં છ-સાત દાયકા પહેલા કોટ વિસ્તારની અંદર જ અમદાવાદ શહેર વસેલું હતું અને આજ તેનો મુખ્ય બજાર ગણાતું હતું અહીં દિવસ દરમિયાન સોના-ચાંદીના લાખોના સોદા થતા હોય છે પરંતુ જેવી સાંજ પડે અને રાત્રિની શરૂઆત થાય એટલે કે સોના-ચાંદીની દુકાન બંધ થઈ જાય છે અને ત્યાં ખાણીપીણીની રેકડીઓ ઊભી થઈ જાય છે. અહીં મેં અમદાવાદના રાત્રી બજાર માણેકચોકમાં બનતી સેન્ડવીચ તૈયાર કરેલ છે જે ખાવા માટે રાત્રે બે વાગ્યા સુધી પણ માણેકચોકમાં અવર જવર થતી હોય છે ઘુઘરા સેન્ડવીચ માટે કહેવાય છે કે રાત્રી બજાર અને ઘુઘરાસેન્ડવીચ એકબીજાના પૂરક નામ છે એકબીજાના નામથી તેમની ઓળખ છતી થઇ જાય છે. જ્યારે કોઈ એન.આર.આઈ અમદાવાદમાં આવે ત્યારે અમદાવાદના રાત્રી બજાર ની મુલાકાત અચૂક લે છે જ ભલે ત્યાં બીજા દેશમાં ગમે તેટલી સેન્ડવિચ ખાધી હોય પરંતુ અહીં આવીને ઘુઘરા સેન્ડવીચ તો ચોક્કસ ટ્રાય કરે છે. બસ આ જ અમદાવાદ નાં રાત્રી બજાર માણેકચોકની વિશેષતા છે અમદાવાદની બહારથી આવેલી વ્યક્તિ એક વખત તો તેની મુલાકાત લે છે. આ સેન્ડવીચ ગેસ ટોસ્ટર ઉપર તૈયાર કરવામાં આવે છે ખૂબ ઓછી સામગ્રીથી પરંતુ સ્વાદમાં ખુબજ સરસ અને ઘણા બધા બટર સાથે તૈયાર કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે બ્રેડ બટર ચીઝ ગ્રીન ચટણી કેપ્સીકમ અને કાંદા નો ઉપયોગ થાય છે પરંતુ અહીં જૈન વર્ઝન તૈયાર કરેલ હોવાથી કાંદા ની જગ્યાએ કોબીજ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)
#GA4#Week૩#cookpad#cookpadindia#cookpadgujarati#september2020આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે. Dhara Lakhataria Parekh -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
-
કોલસ્લો પીનવ્હીલ સેન્ડવીચ (Coleslaw Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોલસ્લો પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
કોકટેલ સેન્ડવીચ (Cocktail Sandwich Recipe In Gujarati)
#MFF#Monsoon food festival# કોકટેલ સેન્ડવીચ#બ્રેડ રેસીપી#દહીં રેસીપી#સેન્ડવીચ રેસીપી Krishna Dholakia -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSતીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે Dhruti Raval -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreetfood Recipe Marthak Jolly -
ભેળ દહીં પૂરી ચાટ
#SFC#Street food recipe challenge#Cookpad#Cookpadgujarati-1#Cookpadindia Ramaben Joshi -
સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)
#LB##cookpadindia#Cookpadgujaratiસ્પાઇસી પનીર સેન્ડવીચ Ketki Dave -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati Krishna Dholakia -
ટોસ્ટ સેન્ડવીચ
#કઠોળઆજે મેં મિક્ષ કઠોળ અને બટાકા નો ઉપયોગ કરી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
સેન્ડવીચ (Sandwich REcipe In Gujarati)
#GA4 # Week3 #મલાઈ કેપ્સીકમ સેન્ડવીચ તથા કાકડી પનીર ચીઝ સેન્ડવીચ Kajal Chauhan -
ચીઝ સેન્ડવીચ ચાટ (Cheese Sandwich Chaat Recipe In Gujarati)
#CFસેન્ડવીચ તો બધા ને બવ જ ભાવતી હોય છે. મેં આજે સેન્ડવીચ ની ચાટ બનાવી છે. તમે તમને ભાવતી કોઇપણ સેન્ડવીચ લઇ શકો છો મેં આલૂ મટર લીધી છે. charmi jobanputra -
-
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
દાળવડા (dalvada recipe in gujarati)
# વેસ્ટઆપડા ગુજરાતી ઓનુ ફેમસ ફરસાણ અને street food દાલવડા.અને એમાય અમદાવાદ ના દાલવડા ખુબ જ વખણાય છે. તો આજે એજ બનાવા નો પ્રયત્ન કર્યો છે. દાલવડા મહારાષ્ટ્ર મા પણ ફેમસ ફરસાણ છે પણ તેઓ ચણા ની દાર ના વધારે બનાવે છે. Purvy Thakkar -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#street food#RB20 #Week20 Vandna bosamiya
More Recipes
ટિપ્પણીઓ (4)