મિક્સ દાળ ના દહીં વડા (Mix Dal Dahivada Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૧/૨ કપઅડદની દાળ
  2. ૧/૨ કપમોગર દાળ
  3. ૨ ટીસ્પૂનઆદું મરચાં
  4. ૨ ટીસ્પૂનબુરું ખાંડ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. અઢી કપ મોળી છાશ
  7. કોથમીરની ચટણી
  8. આંબલી ખજૂર ની ચટણી
  9. ૭૫૦ ગ્રામ મોળું દહીં
  10. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૧ ટીસ્પૂનશેકેલા જીરું પાઉડર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બન્ને દાળને ધોઈને ૫ કલાક પલાળી મિક્સરમાં આદુ મરચા સાથે ક્રશ કરી લો

  2. 2

    ખીરું માં પ્રમાણસર મીઠું ૨ ટીસ્પૂન દહીં, સમારેલું લીલું મરચું નાખીને ૧૦ મિનિટ સુધી રહેવા દો,

  3. 3

    દહીં વલોવીને તેમાં મીઠું, બુરું ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો, હવે ખીરું ને ૫ મિનિટ સુધી બરાબર ફીણી લો એટલે સરસ હલકું થઈ જાય, તળવા માટે તેલ ગરમ કરો તેમાં ગુલાબી રંગ નાં વડાં તળી લો

  4. 4

    વડાં તૈયાર થાય એટલે છાશ માં ૩ મિનિટ સુધી પલાળવા, સહેજ હાથ વડે દબાવી પ્લેટ માં ગોઠવવા, ઉપરથી તૈયાર કરેલું દહીં, ગળી ચટણી, કોથમીર ની ચટણી, લાલ મરચું પાઉડર, શેકેલા જીરું પાઉડર ભભરાવો

  5. 5

    ખીરું તૈયાર હોય તો આ ટેસ્ટી દહીંવડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes