કોર્ન ભાજી (Corn Bhaji Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#ChooseToCook
#30mins
કોઈ પણ કડાકુટ વગર, ઝટપટ બની જાય એવી વાનગી એટલે ----- કોર્ન ભાજી.આ વાનગી બ્રંચ કે પછી લંચ / ડિનર માં ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે.
મારી ફ્રેંડ , ચિત્રા જયારે આખો દિવસ સપેન્ડ કરવા મારા ઘરે આવે ત્યારે એનો ખાસ આગ્રહ હોય કે કંઈક જલ્દી બની જાય છે ઍવું હું બનાવું, ત્યારે હું કોર્ન ભાજી બનાવું છું જેથી અમારું પેટ પણ ભરાઈ જાય અને ગપ્પા મારવાનો ટાઈંમ પણ પુષ્ટકળ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20  મીનીટ
3 સર્વ
  1. 1મોટો કપ બાફેલા અને ક્રશ કરેલા કોર્ન
  2. 3 ટી સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનજીરું
  4. 1/2 કપસમારેલા કાંદા
  5. 1/2 કપસમારેલા ટામેટા
  6. 1 1/2 કપટાંમેટા ની પ્યોરે
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનલાલ મરચું
  9. 2 ટી સ્પૂનધાણા જીરું
  10. 2 ટી સ્પૂનપાઉં ભાજી મસાલો
  11. 1 ટી સ્પૂનસમારેલા લીલા મરચાં
  12. 1 ટે સ્પૂનછીણેલું બીટ (સરસ કલર માટે
  13. 1 ટી સ્પૂનકોથમીર
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. પાણી જોઇતા પ્રમાણ માં
  16. 2પાંઉ
  17. બટર પાઉં શેકવા માટે
  18. ચપટીચીલી ફલેકસ પાંઉ ઉપર ભભરાવવા
  19. સ્પ્રિંગ ઓનિયન ગ્રીન્સ સર્વ કરવા માટે
  20. ખમણેલું ચીઝ ભાજી ને ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15-20  મીનીટ
  1. 1

    ઘટક પ્રમાણે કાંદા, ટામેટાં અને લસણ-સુકા લાલ મરચાં ની પેસ્ટ રેડી કરી સાઈડ પર રાખવું. બાફેલા મકાઈ ના દાણા ને ક્રશ કરી ને સાઈડ પર રાખવા.

  2. 2

    ટાંમેટા ની પ્યોરે કરી રાખવી. એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરવું, લાલ મરચા અને લસણ ની પેસ્ટ નાંખી સોતે કરવું. કાંદા સોતે કરવા.

  3. 3

    છેલ્લે ટાંમેટા સોતે કરી, બધો મસાલો નાંખી મીકસ કરવું. 1/4 કપ પાણી નાંખી કુક કરવું એટલે બધા મસાલા ચઢી જાય.છીણેલું બીટ નાંખી કુક કરવું.

  4. 4

    બીટ ને લીધે સરસ કલર આવશે.

  5. 5

    હવે ક્રશ કરેલી મકાઈ નાંખી, સમારેલા લીલા મરચાં, પાંઉ ભાજી મસાલો અને 1/2 કપ પાણી નાંખી ઉકાળવું. કોથમીર નાંખવી.

  6. 6

    ગરમ તવી ઉપર બટર અને ચીલી ફલેકસ નાંખી પાઉં ને શેકવા. ભાજી ને બાઉલ માં કાઢી ઉપર ખમણેલું ચીઝ મુકી, 2 પાંઉ અને સ્પ્રિંગ ઓનિયન ગ્રીન્સ પ્લેટ માં મુકી તરતજ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes