કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)

#SPR
#MBR4
#Week4
કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધી સામગ્રી લઈ બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં તાહીની ડ્રેસિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
કોથમીર થી સજાવી સર્વ કરો.
- 5
તાહીની ડ્રેસિંગ ની રેસિપી અગાઉ શેર કરી છે.
- 6
કોદરી ને અગાઉ બાફીને રાખશો તો સલાડ ફટાફટ તૈયાર થઇ જાય છે. આમાં તમારા સ્વાદ અનુસાર બીજા શાકભાજી કે ફ્રુટ પણ ઉમેરી શકો છો. ક્રંચ માટે શેકેલા શીંગદાણા ઉમેરી શકો છો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla -
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#RB9#NFRસાલસા મુળ લેન્ટીન અમેરિકન સ્પાઈસી સોસ છે કે જે મેક્સિકન ટાકોઝ સાથે સર્વ કરવામાં આવે છે. અત્યારે સમર માં ફળો નો રાજા એટલે કે કેરી બધી જ જગ્યાએ મળી રહે છે અને એમાં થી મોટા ભાગે સ્વીટ કે ડિઝર્ટ બનાવવા માં આવે છે. તો એકવાર આ સ્પાઈસી સેવરી ડીશ જરૂર થી ટ્રાય કરજો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Harita Mendha -
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
કોદરી ગ્રીન મીલ
#લીલી#ઇબુક૧#૮કોદરી એ એક મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો બહુ જ સારો વિકલ્પ મનાય છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે. કોદરી એ હલકા અનાજ ની શ્રેણી માં આવતું હોવાથી તેનો પ્રયોગ ઓછો થાય છે પરંતુ હવે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે તો વપરાશ વધ્યો છે.આજે મેં કોદરી સાથે બધી દાળ, બધા શાક તથા ભરપૂર માત્રા માં કોથમીર લઈ ને એક વન પોટ મીલ બનાવ્યું છે. Deepa Rupani -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
દલિયા સેલેડ (Daliya Salad Recipe In Gujarati)
#SPR#MBR4Week 4દરિયો ફાઈબર થી ભરપુર,વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ ના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એને વન પોટ મિલ તરીકે લંચ અથવા ડિનર માં લઈ શકો છો. મેં એવું જ દલિયા સેલેડ બનાવ્યું છે કે જેને ગમે તે સમયે એન્જોય કરી શકો છો. Harita Mendha -
કોદરી મસાલા ખીચડી (Kodari Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆ પણે બધા મોટા ભાગે ખીચડી બનાવવા માટે ચોખા નો જ ઉપયોગ કરીએ છીએ.પરંતુ કોદરી વિશે બહુ ઓછાં લોકો જાણતા હોય છે પોષક તત્વો થી ભરપુર અને પચાવવા માં હલકી હોય છે માટે વજન ઘટાડવા માં ખૂબ ઉપયોગી ,fasting glucose level ne ઘટાડે છે માટે ડાયટીંગ કરવા વાળા લોકો અને ડાયાિબીટીસના દર્દી ઓ માટે કોદરી આશીર્વાદ છે.કોદરી માં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ બહુ જ ઓછું છે અને ફાય ટો નુટ્રિયાંત ,વિટામિન મિનરલ્સ વધુ હોય છે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Bansi Chotaliya Chavda -
સલાડ (salad Recipe in Gujarati)
થોડું હેલ્દી અને ચટપટું ખાવાનું મન થતા sprout સલાડ બનાવી દીધુ ખૂબ જ ઝડપથી બને છે અને સુપરહેલ્ધી છે Shital Desai -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
વેજીટેબલ ગોલ્ડ કોઈન (Vegetable Gold Coin Recipe In Gujarati)
#સાઈડઆ વાનગી મેઈન કોર્સ સાથે સ્ટાર્ટ તરીકે પણ સર્વ કરી શકો અને સાથે પણ સર્વ કરી શકાય... મે અહીં વેજીટેબલ નું સલાડ ટ્રેન બનાવી સર્વ કર્યું છે જે ડિશ ને ખૂબ આકર્ષિત બનાવે છે. Neeti Patel -
કિડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe in Gujarati)
# GA4#Week21 Post 3 આ કલરફુલ સલાડ માં થી પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રા માં મળી રહે છે.એક પાવરપેક સલાડ છે. Alpa Pandya -
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
મિક્સ વેજ બ્રોકન મીલેટ સ્ટર ફ્રાય (Mix veggies broken millet recipe in Gujarati)
#સુપરશેફ૩ #મકાઈઆપણા ભોજનમાં બધા જ પ્રકારના ધાન્ય અલગ અલગ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. એવી જ રીતે બધા શાકભાજી નું પણ એટલું જ મહત્વ છે કે જેમાં થી આપણને અલગ અલગ પ્રકારના વીટામીન અને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મલે છે. તો મે આજે બનાવી છે મિક્સ વેજીટેબલ અને મિક્સ ગ્રેઈન ફાડા માંથી એક અલગ જ ટેસ્ટી અને હેલ્ધી ડીશ. Harita Mendha -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
ચિઝી મકાઈ સલાડ (cheese corn salad recipe in Gujarati)
ચોમાસા માં અમેરિકન મકાઈ બહુ જ સારી મળે.મકાઈ માં સારા પ્રમાણ માં વિટામિનb12 અને ફોલિક એસિડ મળે છે. ઝટપટ બનતું ચટપટુ આ સલાડ સવારે નાસ્તા માં કે સાંજે લઈ શકીએ છીએ.#સુપરસેફ3#cookpadindia Bansi Chotaliya Chavda -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
ચણા ની દાળ નો સલાડ (Chana Ni Dal No Salad recipe in Gujarati)
સલાડ વિના કોઈ પણ ડિશ જાણે અધૂરી જ લાગે.મારા ઘર મા દરરોજ સલાડ અલગ અલગ જોઈએ.માટે આજે મેં ચણા ની દાળ નો સલાડ બનાવ્યો છે#સાઈડ Nidhi Sanghvi -
સિઝલીંગ સલાડ (Sizzling Salad Recipe In Gujarati)
#SPR November#Saladrecipe#Sizlingsalad#kidsfavouritesalad#MBR4#Week 4આ એન્ટિ ઑકસિડન્ટ થી ભરપૂર સલાડ નેજો કીડસ્ ને સલાડ ખાવા attract કરવાં હોય તો...આ રીતે બનાવી સર્વ કરો....માંગી ને હોંશ થી ખાશે. Krishna Dholakia -
-
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
કોદરી ની વેજિટેબલ ખીચડી (Kodri Recipe in Gujarati)
#KS2આ વેજિટેબલ ખીચડી ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઘણા ને કોદરી ભાવતી હોતી નથી પણ કોદરી માં વેજિટેબલ નાખી ને બનાવા થી કોદરી જેવું લાગતું નથી. ડાયાબિટીસ દર્દીઓ માટે કોદરી ખુબ જ સારી છે. Arpita Shah -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દી ને ડોક્ટર ચોખા નાં બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. આ ધાન્ય પચવામાં હલકુ અને પોષકતત્ત્વો થી ભરપુર હોય છે. કોદરી ની અનેક વાનગીઓ બનાવી શકાય છે. આજે મે કર્ડ કોદરી બનાવી છે. Dipika Bhalla -
-
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)