ખજૂર,અંજીર પૂરણ પોળી

Varsha Dave
Varsha Dave @cook_29963943

#HRC
હોળી,ધૂળેટી નાં તહેવાર નિમિત્તે બનતી મીઠાઈ માં એક નાવિન્યસભર અને સ્વાદિષ્ટ એવી ખજૂર અને અંજીર ની પુરણપોળી બનાવી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.

ખજૂર,અંજીર પૂરણ પોળી

#HRC
હોળી,ધૂળેટી નાં તહેવાર નિમિત્તે બનતી મીઠાઈ માં એક નાવિન્યસભર અને સ્વાદિષ્ટ એવી ખજૂર અને અંજીર ની પુરણપોળી બનાવી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામઠળિયા વગરનો ખજૂર
  2. 250 ગ્રામઅંજીર
  3. 1 ટે સ્પૂનમધ
  4. કાજુ બદામ જરૂર મુજબ
  5. 1 નાનો કપદૂધ
  6. ચોક્ખું ધી જરૂર મુજબ
  7. 2 ટી સ્પૂનએલચી પાવડર
  8. ખસ ખસ જરૂર મુજબ
  9. 1વાટકો ધઉં નો લોટ
  10. તેલ જરૂર મુજબ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    અંજીર ને 1કલાક દૂધ માં પલાળી દો. ખજુર નાં ખુબજ નાના ટુકડા કરી ધી માં સાંતળી લો. ઠરે એટલે અંજીર ખજૂર ને મિક્સર માં થોડું દૂધ નાખી ક્રશ કરી લો.કાજુ,બદામ ને ઘી માં સાંતળી ઠરે એટલે ભુક્કો કરી લો.

  2. 2

    એક પેન માં ઘી મૂકી ખજૂર,અંજીર નાં મિશ્રણ ને સાંતળી લો.કલર બદલાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં મધ,ડ્રાય ફ્રુટ્સ નો ભુક્કો,ખસ ખસ ઉમેરી દો.અને બરાબર મિક્સ કરી હલાવો.અને પૂરણ માં તવો ઊભો રહે એટલું ધટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી લો.

  4. 4

    હવે ધઉં નાં લોટ માં સરખું તેલ નું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધી લો.અને લૂઆ કરી લો. પૂરણ નાં ગોળા વાળી લો.અને પૂરી માં પૂરણ નો ગોળો મૂકી દો.

  5. 5

    હવે તેને કોર્નર થી પેક કરી વણી લો.અને તાવડી માં ધીમા તાપ પર શેકી લો.

  6. 6

    બધી પૂરણ પોળી આમ જ બનાવી લો.અને તેને સરખી રીતે ચોપડી ધી સાથે સર્વ કરો.આ પૂરણ પોળી ખુબજ હેલ્ધી બને છે.વળી ખાંડ નો ઉપિયિગ ન કર્યો હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Nita Dave
Nita Dave @cook_31450824
Vaah, innovative and very delicious recipe 👌👌👍

Similar Recipes