ડ્રાયફ્રુટસ માલપુઆ (Dryfruit Malpua Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#HR
Post 2
હોળી નાં તહેવાર માં આ વાનગી ખાસ કરી ને બનાવાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે.

ડ્રાયફ્રુટસ માલપુઆ (Dryfruit Malpua Recipe In Gujarati)

#HR
Post 2
હોળી નાં તહેવાર માં આ વાનગી ખાસ કરી ને બનાવાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીધઉં નો લોટ
  2. 1/4 વાટકીજીણો રવો
  3. 1 વાટકીખાંડ
  4. ચોક્ખું ઘી જરૂર મુજબ
  5. 2 ટી સ્પૂનવરિયાળી
  6. કાજુ,બદામ,પિસ્તા,ઇલાયચી,કિસમિસ જરૂર મુજબ
  7. કેસર જરૂર મુજબ
  8. 2 ટી સ્પૂનમલાઈ
  9. 1+1/2 વાટકી દૂધ
  10. ખસ ખસ જરૂર મુજબ
  11. 1 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક વાસણમાં ધઉં નો લોટ,રવો,ઇલાયચી અને વરિયાળી પાઉડર લઈ સહેજ ગરમ કરેલું દૂધ જોઈતા પ્રમાણ માં લઇ ધટ્ટ મિશ્રણ બનાવો.તેમાં મલાઈ ઉમેરો દો.15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરી કેસર નાખી ગુલાબ જાંબુ જેવી ચાસણી બનાવો.

  3. 3

    નોન સ્ટીક પેન પર થોડું ઘી મૂકી તેમાં માલપુઆ પાથરી દો.બન્ને બાજુ કડક શેકી લો.(તમે ઘી માં તળી પણ શકો છો.) ત્યાર બાદ ગરમ ચાસણી માં ડુબાડો.

  4. 4

    હવે બધા માલપુઆ ને આ રીતે ખાંડ માં ડુબાડો. સર્વીંગ પ્લેટ માં કાઢી ડ્રાય ફ્રુટસ ની કતરણ, ખસખસ નાખી સર્વ કરો.

  5. 5

    આ માલપુઆ સ્વાદ માં લાજવાબ બને છે.સાથે હેલ્ધી પણ છે.સ્વીટ તરીકે પીરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes