ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે

#MW1

ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)

આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે

#MW1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
4 લોકો
  1. ૨૦૦ ગ્રામ અંજીર
  2. ૨૦૦ ગ્રામ ખજૂર
  3. ૧/૨ કપબદામ
  4. ૧/૨ કપકાજુ
  5. ૧/૨ કપઅખરોટ
  6. ૧/૪ કપકિશમિશ
  7. ૧/૨ કપકોપરા નું છીણ
  8. કેસરના તાંતણા
  9. ૨ ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢી તેના ઝીણા ટુકડા કરી પાણીના પલાળી રાખો અંજીર ના પણ નાના ટુકડા કરી પાણીમાં પલાળી રાખો.

  2. 2

    હવે એક પેનમાં ઘી મૂકી કાજુ બદામ અને અખરોટ ને અધકચરા ક્રશ કરી ઘીમાં શેકી લો.શેકાઈ જાય એટલે એક ડિશમાં કાઢી લો

  3. 3

    હવે એ જ પેનમાં એક બે ચમચી ઘી નાખી ખજૂર અને અંજીરના ટુકડા ને શેકી લો ખજૂર અને અંજીર શેકવા થી એકદમ પોચો માવા જેવું બની જશે

  4. 4

    માવો તૈયાર થઇ જાય એટલે તેમાં કોપરાની છીણ,શેકેલા ડ્રાય ફ્રુટ નો ભૂકો,કેસર ઉમેરી બરાબર મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે મનપસંદ આકારમાં વાળી લો. તો તૈયાર છે શિયાળા નો હેલ્થી પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes