સુરતી લોચો

#family સ્વર ના નાસ્તા માં સુરતી ઓ ખાય છે ને કોઈ પણ સમયે ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, ચણા ની દાળ ને અડદ ની દાળ ને ધોઈ ને એક રાત માટે પલાળી દો. નિતારી ને વાટી લો.પછી તેમાં મીઠું, વાટેલા આદુ મરચા, હળદર, દહીં / છાસ, ૧ કપ પાણી ઉમેરી ને ઢોકળા ના ખીરા જેવું તૈયાર કરી લેવું. આથો લાવા માટે મૂકી દો.
- 2
આથો આવ્યા પછી ૧ ચમચો તેલ ખીરા માં ઉમેરો ને બરાબર હલાવી લો.સ્ટીમર ગરમ મુકો. ખીરા માં બેકિંગ સોડા ઉમેરી ને હલાવી લો. તેલ ચોપડેલી થાળી માં ખીરું રેડો. ઉપર લોચા મસાલો છાંટી ને ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.
- 3
તેલ/માખણ સાથે ગરમ લોચો પીરસો.લીલી ચટણી સાથે પીરસો.
- 4
લીલી ચટણી માટે - ૧ કપ કોથમીર, ૧/૨ કપ ફુદીનો, ૨ લીલા મરચા, ૧ નાનો આદુ, ૧/૨ ચમચી ખાંડ, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી તૈયાર લોચો ને લીંબુ નો રસ નાખી ને વાટી લો.ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી લોચો સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. સુરતી લોચો સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બનવામાં ખુબ જ સહેલી વાનગી. વરાળ માં બાફી ને બનાવવામાં આવતી આ વાનગી ને તીખી ચટણી, કાંદા અને ઝીણી સેવ સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને સવારના નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો છો. Dipika Bhalla -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5લોચો એ સુરતી સ્ટ્રીટ ફૂડ છે. લોચો એ ખમણ કે ઢોકળા ને જેમ સ્ટીમ કરીને બનાવવામાં આવે છે અને આને ગરમ ગરમ જ પીરાસવામાં આવે છે... Daxita Shah -
-
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
સુરતી લોચો
#સ્નેક્સમારા મમ્મી સુરતના છે તાે અમારે ઘરે અવારનવાર સ્નેક્સમાં સુરતી લાેચાે તાે બનતાે જ રહે છે. હું એમની પાસેથી જ શીખી છું અને ઘરમાં બધાંને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
સુરતી લોચો
#goldenapron2 ગુજરાત ના સુરત નું ખૂબ જ પ્રખ્યાત એવો સુરતી લોચો.જે સવારે નાસ્તા માટે ખાવામાં આવે છે. નાના ભૂલકાં હોઈ કે પછી વૃદ્ધ હોય એ બધા માટે લોચો ખાવો એ મોજ છે. એમાં પણ ચિઝલોચો,બટરલોચો. આબધું સ્કૂલ ના વિદ્યાર્થી ઓ હોઈ કે કોલેજીયન માટે લોચો નો નાસ્તો બેસ્ટ હોઈ છે. મેં આજે ઘેરે સુરતી લોચો બનાવ્યો છે. જે અમારા ઘર ના સભ્યો નો પણપ્રિય છે. Krishna Kholiya -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરત ની સ્પેશ્યાલીટી: સુરતી લોચો. લારી પર મળતો આ ગરમાગરમ નાસ્તો ખાવા લોકો ની લાઈન લાગે છે.#WK5 Bina Samir Telivala -
સુરતી લોચો
#teamtrees#સ્ટ્રીટસુરતી લોચો ફક્ત સુરત માં જ નહીં પણ બીજે પણ પસંદ કરાય છે અને હવે તો ઘણી જગ્યાએ મળવા માંડયો છે. ઢોકળા પ્રકાર ની આ વાનગી સરસ લાગે છે. Bijal Thaker -
-
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)
#KS5સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો... Noopur Alok Vaishnav -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadgujarati#લોચો#lochoદક્ષિણ ગુજરાત ના સુરત શેહર ના લોકો એટલે કે સુરતીઓ ખાવા-પીવા ના ખૂબ શોખીન હોય છે. સુરતીઓ નો સૌથી પ્રિય નાશ્તો એટલે લોચો. નામ સાંભળતા જ મોઢાં માં પાણી આવી જાય. હું એક સુરતી છું. એટલે 'મારા સિટી ની ફેમસ વાનગી' કોન્ટેસ્ટ માટે મને સુરતી લોચો યાદ ના આવે એ કેવી રીતે બને?સુરતી ભાષા માં લોચો નો અર્થ એ છે કે કંઇક ગડબડ થઇ. લોચા ની પાછળ એક રસિક વાર્તા એ છે કે એક વખત ભૂલથી રસોઇયાએ ખમણના ખીરા માં જરૂર કરતા વધુ પાણી ઉમેર્યું જેથી તે નિયમિત કરતાં થોડું વધારે નરમ થઇ ગયું, એટલે તેણે ચીસો પાડી , "એરે આ તો લોચો થઇ ગેયો" અને તેની ભૂલ છુપાવવા માટે તેણે સ્વાદિષ્ટ મસાલેદાર ટોપિંગ્સ સાથે આ પોચા ખમણ જેવા પદાર્થ ને પોતાના ગ્રાહકો ને 'લોચો' નામ થી સર્વ કર્યો. ગ્રાહકો ને તે ખૂબ જ ભાવ્યો અને ત્યારે આ ડીશ નો જન્મ થયો.હવે તો લોચો માત્ર સુરત માંજ નહિ પણ ગુજરાત ના અન્ય શહેરો માં પણ મળતો થઇ ગયો છે. તે ઉપરાંત લોચા ની અનેક વેરાઈટી પણ બજાર માં આવી ગઈ છે. મેં અહીં સુરતી લોચો તેના મૂળ સ્વરૂપ માં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#CTલોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bhavisha Hirapara -
સેઝવાન ચીઝ લોચો રોલ (Sezwan Cheese Locho Roll in Gujarati)
#CTલોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.સુરત તેના સ્ટ્રીટ ફુડ અને જમણ માટે ખૂબ પ્રખ્યાત છે. તેમાં પણ સુરતી લોચોએ હવે તે જગવિખ્યાત બની ગયો છે. સુરત જાવ એટલે સુરતી લોચાની મજા માણ્યા વગર કોઈ ન રહે. પણ સુરત ન જવાનું થાય તો પણ તમે ઘરે સુરતી લોચો તો બનાવી જ શકો છો.ખૂબ જ સરળ રીત છે. અને આજે તો લોચા ના કેટલાય પ્રકાર જોવા મળે છે ચાઈનીઝ લોચો, સાઉથ ઈન્ડીયન લોચો, પેરી પેરી લોચો જેવા અનેકો પ્રકાર છે.જેમાં અહીં મે સેઝવાન ચીઝ લોચો રોલ બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે રોલ માં પણ ઘણી વેરાયટીના લોચા મળે છે. Sachi Sanket Naik -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#RC1સુરતી લોચો પહેલીવાર જ બનાવ્યો પણ બહુ જ સરસ બન્યો છે ઘરમાં બધાને ખુબ જ પસંદ આવ્યો અને તમને પણ આવશે તો તમે પણ જરુંર બનાવજો Bhavna Odedra -
-
-
સુરતી ચીઝ લોચો (Surti Cheese Locho Recipe In Gujarati)
#KS5આમ તો સુરત ની પ્રખ્યાત વાનગી છે પણ હવે તો બધી જગ્યા એ આ લોચો મળે છે. આજે મેં પણ બનાવ્યો છે. સુરતી ચીઝ લોચો ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)
લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.#CT Shreya Desai -
-
-
-
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઓ નું પ્રિય..ગમે તે સમયે ખાઈ શકાય,નાસ્તા માં પણ ચાલે અને ડિનર માં પણ ..One pot meal કહી શકાય.. Sangita Vyas -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ