સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#KS5
સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો...

સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)

#KS5
સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 1 કપચણા ની દાળ
  2. 1 tbspઅડદ ની દાળ
  3. 1 tbspચોખા
  4. 2 tbspખાટું દહીં
  5. 1 tspહળદર
  6. 1 tspહિંગ
  7. 2 tbspઆદુ મરચાં ની પેસ્ટ
  8. મીઠું
  9. 1/8 tspખાવાનો સોડા
  10. 2 tspશીંગતેલ
  11. 1 tbspમાખણ
  12. ચીઝ ખમણેલું
  13. 6-7કળી લસણ ઝીણું સમારેલું
  14. કોથમીર
  15. ✳️લોચા નો મસાલો :
  16. 1 tspમરી નો ભૂકો
  17. 1 tspસંચળ
  18. 1 tspસેકેલા જીરા નો ભૂકો
  19. 1 tspચાટ મસાલો
  20. 3 tspમરચાં નો ભૂકો
  21. 1/2 tspમીઠું
  22. ✳️સર્વ કરવા માટે:
  23. ફુદીના કોથમીર ની ચટણી
  24. 1ડુંગળી સમારેલી
  25. લસણ ની ચટણી
  26. સેવ
  27. કોથમીર
  28. 1 tspશીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો આપણે માપ મુજબ બન્ને દાળ અને ચોખા ને ધોઈ પાણી માં 6 થી 7 કલાક પલાળશું. ત્યાર બાદ દહીં નાખી ને મિક્સર માં વતી લેશું. યાદ રાખવું કે વાટતી વખતે પાણી નો ઉપયોગ સાવ નહિવત જ કરવો.. કારણ કે ખીરું આપણે એકદમ જાડું રાખવાનું છે. જેથી આથો સરસ આવી જાય. વાટેલા મિશ્રણ ને ગરમ જગ્યા એ આથો લાવવા માટે 6 થી 8 કલાક મુકીશું.

  2. 2

    હવે તેમાંથી 3 મોટા ચમચા ખીરું બીજા વાસણ માં લઇ તેમાં 1tsp હળદર, 1tsp આદુ મરચા ની પેસ્ટ,મીઠું,1/8 ચમચી ખાવા નો સોડા નાખી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢોકળા કરતાં સહેજ પાતળું ખીરું બનાવશું. મિક્સ કરી લેશું બધું.

  3. 3

    મિક્સ કરેલા ખીરા ને તરત જ ગ્રીસ કરેલી થાળી માં નાખી ગરમ કરેલા ઢોકળીયા માં 6 મિનિટ થવા દેસુ.6 મિનિટ પછી ઢાંકણ ખોલી તેના પર 1tbsp બટર,1tsp સમારેલું લસણ, ચીઝ ખમણેલું, કોથમીર,1/8 તડપ લોચા મસાલો નાખી બધી બાજુ સ્પ્રેડ કરી ફરી ઢાંકણ ઢાંકી 10 મિનિટ મીડીયમ તાપે થવા દેશું.

  4. 4

    બસ તો 15 મિનિટ માં આપનો લોચો રેડી છે તેને તાવીથા વડે ડીશ માં ગરમગરમ પીરાશસું. ઉપર થી ફરી સીંગતેલ, લોચા મસાલો.. મસાલા ની બધી જ સામગ્રી ભેગી કરી મિક્સ કરવાનું.. એ છાંટવાનો.. અને ચટણી, ડુંગળી, સેવ નાખી સર્વ કરવાનો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes