ટોમેટો સૂપ

Juliben Dave
Juliben Dave @julidave

#શિયાળુ વાનગી

શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ પાકા લાલ પરદેશી ટમેટા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ખાંડ કે ગોળ સ્વાદ મુજબ
  4. પાણી જરૂર મુજબ
  5. વઘાર માટે
  6. ચમચીજીરું અડધી
  7. ચપટીલાલ મરચું
  8. લવિંગ
  9. ૧ચમચી શુદ્ધ ઘી
  10. સજાવટ માટે
  11. કોથમીર સમારેલી
  12. પિરસવામાટે
  13. કોથમીર સ્ટિક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો સૂપ બનાવવા માટે ટમેટા ની પસંદગી અગત્યની છે સૂપ માટે હમેશા દળદાર ટમેટા લેવા.
    જેને ગુજરાતી પરદેશી ટમેટા કહે છે.તેમાં ખટાશ ઓછી હોય છે અને માવો સારા પ્રમાણ માં હોય છે.
    ટમેટાને સારી રીતે ધોઈ ટુકડા કરી બાફી લેવા.૨ જ સિટીમાં બફાઈ જાય છે.

  2. 2

    ટમેટા બફાય જાય એટલે બ્લેન્ડર ફેરવી લો.

    બ્લેન્ડર ફેરવી એકરસ થાય એટલે ચારણી વડે ગાળી લો.જેથી છાલ અને બી નીકળી જાય.

  3. 3

    એક તપેલીમાં ટમેટાનું મિશ્રણ લઇ જરૂર મુજબ પાણી ઉમેરી ગેસ પર ઉકળવા મુકો..
    ગળપણ જોઈતું હોય તેપ્રમાણ માં ખાંડ કે ગોળ ઉમેરો.સ્વાદમુજબ મીઠું ઉમેરો.
    બે થી ત્રણ મિનિટ ઉકાળો. બહુ ના ઉકાળવું.

  4. 4

    સૂપ એકરસ થઇ સરસ થી ઊકળી જાય એટલે એક વઘારિયામાં એક ચમચી દેશી ઘી લેવું
    ઘી ગરમ થાય એટલે તેમાં ત્રણ લવિંગ અને અડધી ચમચી જીરું નાખવું.
    જીરું ગુલાબી થઇ જાય એટલે ચપટીલાલ મરચું ઉમેરી વઘાર સૂપમાં રેડી દેવો.

  5. 5

    પીરસતી વખતે કોથમીર નાખી પીરસવો.

    મેં આ સૂપ કોથમીર સ્ટિક સાથે પીરસ્યો છે.

  6. 6

    શિયાળા માટે સૂપ શ્રેષ્ઠ ખોરાક છે. સૂપ જમવાના ૨૦ થી ૩૦ મિનટ પહેલા પીરસવામાં આવે છે.
    સૂપ માં વાપરવામાંઆવતી વસ્તુ ભૂખ ને ઉતેજીત કરે છે,.સૂપ ઘણી બીજી વસ્તુ સાથે સર્વે કરવામાં આવે
    છે...રોટી..ભાત....ફરસાણ...બ્રેડ....પણ મારા મતે સૂપને મૂળ સ્વરૂપે જ પીવો જોયીએ.કેમ કે મોટા ભાગ ના વિટામિન્સ..મીનરેલ્સ થી ભરપૂર આ વાનગી શરીરને શક્તિ પ્રદાન કરે છે...તો ચાલો.....
    માણીયે...ગરમ ગરમ ટોમેટો સૂપ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes