ફ્યુઝન ખીર

#ભાત
ખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે.
ફ્યુઝન ખીર
#ભાત
ખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ૪થી ૫ વખત પાણી થી ધોઈ લો અને અડધી કલાક પલાળી ને રાખો. કેસર ને એક ચમચી દૂધ માં પલાળી લો.
- 2
હવે એક કઢાઈ માં ઘી લઈ સેવૈયાં ની સેવ ઉમેરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ જાય એટલે એક ડિશ માં કાઢી લો.
- 3
હવે કઢાઈ માં દૂધ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં ચોખા ઉમેરી દો.
- 4
હવે ધીમા તાપે ચોખા ને ચઢવા દો. સતત હલાવતા રેહવું જેથી કઢાઈ ના તળિયે ચોંટે નહિ.
- 5
હવે એલચી અને પલાળેલુ કેસર ઉમેરી મિક્સ કરી લો. ચોખા ચઢી જાય અને દૂધ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રેહવુ.
- 6
હવે તૈયાર કરેલ ખીર ને ગ્લાસ કે કપ માં કાઢી લો. તેના પર ડ્રાઈફ્રૂટની કતરણ ઉમેરો. હવે સેવૈયા ની સેવ ને એક બાજુ પર ઊભી ગોઠવો. તેના પર ગુલાબ ની પાંદડી મૂકો. બૂરું ખાંડ ભભરાવી સજાવો. ખીર ને ગરમ અથવા ઠંડી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ