સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)

સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સૂજી,મેદો,બેન્કિંગ સોડા અને બેન્કિંગ પાવડર ચાળી લો.હવે મિલ્ક પાવડર ઉમેરો.ત્યારબાદ દહીઁ,તેલ,દુધ અને મલાઈ ઉમેરી મિશ્રણને બરાબર મીક્ષ કરી લો.20 મિનિટ મિશ્રણને ઢાંકીને રહેવા દો.
- 2
હવે કેક મોલ્ડ ને ઘી અથવા તેલ થી ગ્રીસ કરી મેદાથી ડસ્ટીંગ કરી લો અને તપેલા ને પ્રી હીટ કરવાં મુકો.20 મિનિટ બાદ મિશ્રણ ને હલાવી લો.જો વધુ ઘટ્ટ લાગે તો 2-3 ચમચી દુધ ઉમરવું.અને જો મિશ્રણ બરાબર લાગે તો એસેન્સ અને ટુટી ફ્રુટી ઉમેરી મોલ્ડ માં રેડી દેવું.ઉપર પણ થોડી ટુટી ફ્રૂટી થી ગાર્નિશ કરવુ.2-3 વખત ટેપ કરી તપેલામાં સ્ટેન્ડ મુકી કેકનું મોલ્ડ મુકી ને ઢાંકી દેવું.
- 3
1 કલાકમાં કેક તૈયાર થઈ જશે.મોલ્ડ મા કેક સાઈડથી છુટી પડી જશે અને કેક બનતા સરસ સ્મેલ આવશે.કેક માં છરી નાખી ને ચેક કરી લેવું અને ગેસ બંધ કરી દેવું.
- 4
10-15 મિનિટ બાદ કેક અનમોલ્ડ કરી દેવી.એકદમ ઠંડી થઈ જાય પછી કટ કરી પીસ પાડી ડબ્બામાં ભરી લેવી.
- 5
- 6
તૈયાર છે બાળકો ને ગમતી અને હેલ્થી સુજી કેક 🎂🍰
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (13)