કોલ્હાપુરી ઉસળ(Spicy Kolhapuri usal in Gujarati)

#વિકમીલ૧
તીખુ તમતમતુ ઉસળ કોલ્હાપુર ની, પ્રખ્યાત વાનગી છે. અને પુણેરી મીસણ, પુના શહેરમાં બવ વખણાય છે.
કોલ્હાપુરી ઉસળ(Spicy Kolhapuri usal in Gujarati)
#વિકમીલ૧
તીખુ તમતમતુ ઉસળ કોલ્હાપુર ની, પ્રખ્યાત વાનગી છે. અને પુણેરી મીસણ, પુના શહેરમાં બવ વખણાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, સફેદ વટાણા, ૭-૮ કલાક સુધી પલાળી દો.
- 2
એક લોયા માં, ૧.૫ ચમચી તેલ નાખી, લવીંગ મરી,આદુ, લસણ અને બારીક સમારેલા અથવા લાંબા સમારેલા કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.પછી સુકા નારીયેળ નો ખમણ નાખી ૨ મીનીટ માટે શેકો. ગેસ બંધ કરીને, ઠંડુ કરવાં રાખો.
- 3
શેકેલા કાંદા અને નારીયેળ નુ મિક્સચર મિક્સર માં પીસી લો.
- 4
એક કુકર માં, ફરી પાછું તેલ ગરમ કરો. એમાં રાઈ હિંગ અને જીરું નાખો.લીલા લીમણા ના પાન અને લાલ સુકા મરચા નાખો.હણદર અને કાશ્મીરી લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર નાખી, બરાબર બધું મીક્સ કરી, પીસેલી કાંદા અને નારીયેળ ની પેસ્ટ નાખો. સમારેલા ટામેટા નાખી, બધું સરસ શેકાઈ જાય એટલે, એમાં, પલાણેલા વટાણા ઉમેરો.
- 5
આંબલી નો પલ્પ નાખી,ગરમ અથવા ઘોડા મસાલા નાખી, ગ્રેવી અને કઠોળ ડુબે તેટલું પાણી નાખી, ૪-૫ સીટી મારી પ્રેશર કુક કરો.
- 6
કુકર ઠંડુ થવા આવે, એટલે એક કળછી માં, તેલ નો વઘાર કરો, એમાં કાશમીરી લાલ મરચું નાખી, પાણી ઉમેરી તરી બનાવો.
- 7
તો, તૈયાર છે, તીખુ ઝણઝણીત કોલ્હાપુરી ઉસણ.ઈ તરી, બનેલા ઉસળ ઉપર નાખી, લીંબુ, કાંદા, કોથમીર, મિક્સ ફરસાણ અને પાઉં સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ