શેર કરો

ઘટકો

  1. 11/2 કપમેંદો
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. સ્ટફિંગ માટે:-
  6. 1 કપઝીણા સમારેલા ગાજર
  7. 2 કપઝીણી સમારેલી કોબીજ
  8. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  9. 1/2 કપઝીણા સમારેલા કેપ્સીકમ
  10. 1ઈંચ આદુનો ટુકડો છીણી ને
  11. 2લીલા મરચાં ઝીણાં સમારેલાં
  12. 1/2 ટીસ્પૂનકાળા મરી નો પાઉડર
  13. 2 ટેબલ સ્પૂનતેલ
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં મેંદો તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી પછી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બંધૂલો.

  2. 2

    સ્ટફિંગ માટે:- એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ, મરચાં અને ડુંગળી ઉમેરો તેને 2-3 મિનિટ સાંતળો પછી તેમાં ગાજર ઉમેરી 2-3 મિનિટ સાંતળો ત્યાર બાદ તેમાં કોબીજ, કેપ્સિકમ મીઠું તથા મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી 3-4 મિનિટ હાઈ ફ્લેમ પર સાંતળી લો.

  3. 3

    બાંધેલા લોટ માંથી નાની પૂરી વણી તેમાં 1 ટેબલ ચમચી જેટલું સ્ટફિંગ ભરી કચોરી ની જેમ પ્લિટસ લઈને ઉપર થી સીલ કરી દો. આ રીતે બધા મોમોસ તૈયાર કરી લો.

  4. 4

    એક સ્ટીમર માં પાણી ગરમ કરી તેમાં તૈયાર કરેલા મોમોસ ગોઠવી 5-10 મિનિટ સુધી સ્ટીમ થવા દો.

  5. 5

    તૈયાર કરેલા મોમોસ ને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes