શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યકિત
  1. 2 કપમેંદો
  2. જરૂર મુજબ ઠંડુ પાણી
  3. મીઠું સ્વદાનુસાર
  4. ફિલીંગ માટે
  5. 1/2 વાટકીકોબીજ
  6. 1ગાજર
  7. 1કેપ્સીકમ
  8. 1ડુંગળી
  9. 2લીલા મરચાં
  10. 1 ચમચીલસણ આદુ ઝીણું સમારેલું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 ચમચીખાંડ
  13. 1/2 ચમચીમરી પાઉડર
  14. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં મેંદો લઈ લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લો. હવે થોડું થોડું ઠંડું પાણી ઉમેરી લોટ બાંધી લો.

  2. 2
  3. 3

    લોટ ને 5 મિનિટ મસળી લો. પ્લાસ્ટિક માં લપેટી 5 મિનિટ ફ્રીજ માં મૂકી દો.

  4. 4

    હવે એનું ફિલીંગ તૈયાર કરી લેવું બધા શાક ઝીણા સમારી લેવા. હવે આને જાડા રૂમાલ માં મૂકી દો જેથી શાક નું પાણી ઓછું થાય જાય.

  5. 5

    થોડી વાર પછી એક બાઉલ માં આ સબ્જી લઈ લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,ખાંડ, લીલા મરચાં, લસણ આદુ સમારેલું,મરી પાઉડર અને બટર ઉમેરી મિક્સ કરી લો.

  6. 6
  7. 7

    હવે ફ્રિજ માં થી લોટ કાઢી ફરી મસળી ને નાના નાના લુવા કરી લો.

  8. 8

    હવે એમાંથી એક લુવો લઈ પાતળી પૂરી વણી લો. એમાં 1 ચમચી ફિલીંગ ભરી મોમોસ વાળી લો.

  9. 9

    મનગમતા સેપ બનાવી શકો.

  10. 10

    સ્ટીમર તૈયાર કરી એમાં ડિશ પર તેલ ચોપડી મોમોસ ને 20 મિનિટ સ્ટીમ કરી લો.

  11. 11

    20 મિનિટ બાદ મોમોસ તૈયાર છે. ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes