જામનગર સ્પેશિયલ કચોરી

Noma Harsh Thaker
Noma Harsh Thaker @cook_19844521

જામનગર સ્પેશિયલ કચોરી

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ મેંદો
  2. ૨૫૦ ગ્રામ ગાંઠિયા
  3. ૨૫૦ ગ્રામ જલેબી
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીહીંગ
  7. ૧૦૦ ગ્રામ તેલ
  8. ૧ વાટકીવેજીટેબલ ઘી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ચપટીલીંબુ ના ફૂલ
  11. ૧ ચમચીમરચા નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જલેબી ને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    ત્યારબાદ ગાંઠિયાને કશ કરી લઇએ. હવે બંનેને મિક્સ કરી લો. ત્યારબાદ એક બાઉલમાં મેંદા નો લોટ લઈ તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો હવે ઘી ગરમ કરી તેમાં ઉમેરો હવે તેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ જરુર મુજબ પાણી ઉમેરીને લોટ તૈયાર કરો. હવે તેને ૧૦ મિનિટ માટે સાઇડ પર મૂકી દો.

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. હવે તેમાં ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચું પાઉડર અને 1/2ચમચી હળદર પાઉડર ઉમેરો. ત્યારબાદ એક વાટકી માં ચપટી લીંબુ ના ફૂલ લઈ તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર કરેલ મસાલા માંથી નાના ગોળા વાળી લો. હવે તૈયાર કરેલ લોટ માંથી લૂઓ લઈ તેને હાથ વડે થેપી ને વચ્ચે તેમાં મસાલાનો ગોળો મૂકી તેને બઘી બાજુથી કવર કરી ગોળ તૈયાર કરો.

  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલ કચોરી મિડિયમ આંચ પર તળો. આ રીતે બઘી કચોરી મિડિયમ આંચ પર તળો. તૈયાર છે સ્વાદિષ્ટ જામનગર સ્પેશિયલ કચોરી. આ કચોરી ૧ મહિના સુધી સરસ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noma Harsh Thaker
Noma Harsh Thaker @cook_19844521
પર

Similar Recipes