ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)

#NoOvenBaking
આજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો
ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)
#NoOvenBaking
આજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ઉંડા બાઊલ માં મેંદો લો.તેની અંદર મીઠું,બેકીંગ પાઉડર,બેકિંગ સોડા,ખાંડ બધું મિક્સ કરી ને થોડુ થોડુ દહીં ઉમેરી ને એકદમ સોફ્ટ લોટ બાંધી લો..
- 2
હવે થોડું તેલ ઉમેરી ને લોટ સોફ્ટ અને સુંવાળો નાં બને ત્યાં સુધી મસળો..હવે 30 મિનીટ માટે એક ભીનું કોટન કપડું ઢાંકી ને સાઈડ માં મુકી દો..ત્યારબાદ કપડું હટાવી ને લોટ ને પાછો કુનવી લો અને તેનાં રોટલી કરતાં મોટા લુઆ બનાવી લો.. તૈયાર છે આપડો પીઝા નો બેઝ (રોટલો)
- 3
હવે એક પાટલા પર થોડો લુવો લઈ મકાઈ નો અટામણ પાથરી ને પહેલાં તો હાથ થી લુવા ને ફેલાવતા જાઓ અને પછી વેલણ થી થોડો પાતળો રોટલો વણી લો..હવે એક કાંટા ચમચી લઈ આખાં રોટલા પર કાપા પાડી લો..જેથી પકવતા ફુલે નહી..ત્યારબાદ પીઝા સોસ માટે એક બાઊલ માં મેયોનીસ,સેઝવાન સોસ, રેડીમેડ પીઝા સોસ, કેચપ ને મિક્સ કરી ને સોસ તૈયાર કરી લો. પ્રોસેસ ચીઝ ને ખમણી લો.
- 4
હવે રોટલાની વચ્ચે નાં ભાગ માં પહેલાં તૈયાર કરેલો પીઝા સોસ લગાવો.. અને બહાર ની કિનરિયો હાથ થી અંદર તરફ વાળી લો..સોસ લગાવીયા બાદ ખમણેલું પ્રોસેસ ચીઝ પાથરી દો..તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગનો છાંટી દો..આપડો પીઝા સેક્વાં માટે રેડી છે
- 5
એક મોટી કડાઈ લો.તેમાં નીચૅ મીઠું પાથરો અને કાઠૉ મુકી ને ૧૦ મિનીટ માટે ગરમ થવા દો.. હવે તેમાં પીઝા ડિસ મુકી ને બટર લગાવી દો. હવે બનાવેલો પીઝા નો રોટલો મુકીને ફુલ ગેસ પર ૧૦ મિનીટ માટે ઢાંકણ બંધ કરી સેક્વા મુકો..૧૦ મિનીટ પછી ઢાંકણ ખોલી કાઢો.. આપડો પીઝા રેડી છે..
- 6
તો તૈયાર છે ચીઝ બસ્ટ પીઝા..સર્વ કરો ટોમેટો કેચપ સાથે ☺🤗😋👌🏻
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (13)