સૌરાષ્ટ્ર ની કડક ભાખરી

આ ભાખરીને તમે અથાણું ની સાથે, રસાવાળા શાક સાથે, ચા સાથે મજા માણી શકો. ડિલિવરી સમયે આ ભાખરી અત્યંત ગુણકારી હોય છે. મારા પતિદેવને તો આ ભાખરી બહુ જ પ્રિય છે એટલે હું એમના માટે બનાવું જ. અમે તો આ ભાખરીને ગુજરાતી દાળમાં ચોળીને પણ ખાઈએ છીએ. નાના બાળકો માટે તો આ ભાખરી અત્યંત ગુણકારી છે. તમે ઘઉં ની જગ્યા એ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કથરોટમાં ઘઉં નો લોટ,મીઠું અને અજમો,તેલ નાખીને બરાબર મિક્ષ કરી લેવું. અને પછી તેમાં થોડુ થોડું પાણી ઉમેરી એકદમ કડક લોટ બાંધવો. કડક લોટ બાંધવાથી જ ભાખરી કડક બનશે. મોયણ મુઠ્ઠીભર છે એટલે પાણીની જરૂર બહુ નહિ પડે. અને સાથે ગેસ પર ફાસ્ટ આંચ પર તવો ગરમ કરવા મૂકી દેવો. તપેલો તવો હોવો જોઈએ.
- 2
એક લુવો લઈ ભાખરી વણવી. કિનારી ફાટે તો ચિંતા કરવી નહીં. અને કિનારી ને જોડતા જોડતા વણવી. ભખરી બહુ પાતળી વણવી નહીં. પછી તેને ગરમ તવા પર મૂકી ગેસની આંચ થોડી ઓછી કરી દેવી. અને ભાખરીને શેકાવા દેવી. પછી સાઈડ બદલીને બીજી બાજુ પણ શેકવા દેવી. પછી તવા પરથી લઈ રોટલીની જેમ ડાયરેક્ટ ગેસ પર જ શેકવી. બળે નહિ તેનું ધ્યાન રાખવું.
- 3
પછી તેને ઉતારી લઈ એક ડીશ માં મૂકીને ઘી લગાવી દેવું.
- 4
તૈયાર છે સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત કડક ભાખરી.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)