ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)

ફ્રેન્ડ્સ, સમોસા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય ખરું ને? તો આજે હું એક ટેસ્ટી સમોસા ની રેસિપી શેર કરી રહી છું જેમાં ફણગાવેલા મગ નો ઉપયોગ કરી ને પૌષ્ટિક પણ બનાવ્યા છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ની રેસિપી નીચે મુજબ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું,તેલ લઇ જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી ઢાંકી ને ૧૫ મિનિટ રેસ્ટ આપવો. એક બાઉલમાં ઘઉં ના લોટ માં પાણી ઉમેરી સ્લરી બનાવી લેવી.મસાલા નુડલ્સ રેગ્યુલર બનાવતાં જ હોય તેમ બનાવી ને રેડી રાખવા.
- 2
પેનમાં તેલ ગરમ કરી લીલાં આદુ મરચાં ની પેસ્ટ, લસણ ની પેસ્ટ સાંતળી ડુંગળી સાંતળો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં કોબીજ, કેપ્સીકમ, ગાજર, એડ કરી ૨ મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં ફણગાવેલા મગ, બઘાં સોસ, નુડલ્સ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લેવું.
- 3
હવે, લોટ ને તેલ ઉમેરી ચીકવી લેવો અને તેમાંથી પાતળી રોટલી વણી વચ્ચે થી કટ કરી ૨ પાર્ટ માં ડિવાઈડ કરવા. એક પાર્ટ ને હાફ ફોલ્ડ કરી બનાવેલી સ્લરી લગાવી બીજો પાર્ટ તેના પર મુકી કોન બનાવી તેમાં સ્ટફિંગ ભરી સ્લરી લગાવી ને પેક કરી દેવું. આ રીતે બધા સમોસા તૈયાર કરવા.
- 4
ગરમ તેલમાં એક વાર લાઈટ બ્રાઉન તળી લેવા. સર્વ કરતી વખતે બીજી વાર એજ તેલ ગરમ કરી ફરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમાગરમ સમોસા કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ