દૂધપાક(dudhpak recipe in gujarati)
#રક્ષાબંધનમા બનાવેલ મીઠાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા વાસણમાં દૂધ ઊકળવા મૂકવું.દૂધ ૨૦ મીનીટ ઉકળે એટલે બીજી બાજુ એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં સેવ ધીમા તાપે શેકી લેવી.સેવ શેકેલી હોવાથી સહેજ લાલ થાય એટલે દૂધમાં નાખી સરખી રીતે મિક્સ કરી સતત હલાવતા રહો.
- 2
૧/૨ કલાક મા સેવ ચઢી જશે અને બધુ એકરસ થઈ જશે.હવે તેમાં ખાંડ ઉમેરો અને સરખી રીતે મિક્સ કરો.૧૦ મીનીટ હલાવ્યા બાદ નીચે ઉતારી તેમાં ઇલાયચી પાઉડર, બદામ, કાજુ, ચારોળી નાખી સરખી રીતે મિક્સ કરી ઠંડુ કરી પીરસો.જો કેસર નાખવું હોય તો ૧/૨ કલાક દૂધમા પલાળી ખાંડ નાખી એ ત્યારે ઉમેરી શકાય.ખાડ પણ ઘરમાં જેવી ગળાશ ખવાતી હોય તે મુજબ લઈ શકાય.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
-
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી અથવા રજવાડી જમણ કહેવાય છે. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓનો રાજા કહી શકાય. દૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધમાં તો ઘરે-ઘરે બનતો હોય છે. ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુનો અંત અને શરદઋતુના પ્રારંભનો સમય. અહીં દિવસે ખૂબ ગરમી લાગે અને રાત્રે ઠંડક થઈ જાય. એથી, માંદગી આવવાની શક્યતા વધી જાય. શરદી-કફ અને તાવની ફરિયાદ અનુભવાય. આવા સંજોગોમાં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખાનું મિશ્રણ કફ નાશક સાબિત થતું હોઈ, ભાદરવાના આ ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણના તાપમાનમાં વિષમતાને લીધે ઉત્પન્ન થતા રોગોના શમનમાં દૂધપાક મદદરૂપ સાબિત થાય છે.#mr#doodhpak#દૂધપાક#traditionalrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
-
-
-
-
સેવ નો દૂધપાક (Sev no Dudhpak recipe in gujarati)
#મોમમારી મમ્મી એકદમ સાદી જ રસોઈ બનાવતી.. પણ ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી.. એના હાથ ની ઘણીબધી મિઠાઈ બહુ જ સરસ બનતી એમાં મને સૌથી વધારે સેવ નો દૂધપાક અને મગસ ની લાડુડી વધારે ભાવતી.. આજે હું થોડી જ સામગ્રી થી ઝટપટ બની જતો સેવ નો દૂધપાક લઈ ને આવી છું. Pragna Mistry -
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
-
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
-
-
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13358262
ટિપ્પણીઓ