દૂધપાક (Dudhpak recipe in gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#સાતમ
સાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે...

દૂધપાક (Dudhpak recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સાતમ
સાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
4 સર્વિંગ્સ
  1. લીટર ફુલ ફેટ દૂધ
  2. વાટકો ખાંડ
  3. ૧ કપબાસમતી ચોખા
  4. ૧ વાટકીસૂકોમેવો (બદામ પીસ્તા ચારોળી કાજુની કતરન)
  5. ૭-૮ તાંતણાં કેસર

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌપ્રથમ એક જાડા તળિયા વાળા તપેલામાં દૂધ લઇ તેને ફૂલ ગેસ પર ઉકળવા મુકો.દૂધ ઉકડવાનું સરું થઇ એટલે ગેસ મધ્યમ કરી નાખો.દૂધ સતત હલાવતા રહેવું.

  2. 2

    થોડું દૂધ ઉકળી જાય એટલે તેમાં ૧૦ મીનીટ પાણીમાં પલાળી કોરા કરેલા ચોખા ઉમેરો.ચોખા પાકી જવા આવે એટલે તેમાં કેસર ના તાંતણા અને ખાંડ ઉમેરો.

  3. 3

    દૂધ ને ઉકાળી ને 1/2 કરી નાખવું. ત્યારબાદ ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દ્યો.ત્યારબાદ ૫-૬ કલાક ફ્રીઝ માં મૂકી દ્યો. દૂધ ઉપર એકદમ જાડી મલાઈ વળી જશે.હવે એ મલાઈ તેમજ દૂધપાક માંથીજ થોડું દૂધ એક તપેલી માં લઇ બ્લેન્ડર ફેરવી, દુધપાક માં મિક્સ કરી દયો.તેનાથી દુધપાક ખુબજ ક્રીમી બનશે.ત્યારબાદ જ તેમાં સૂકોમેવો ઉમેરવો. બાકી બધો સુકોમેવો મલાઇમાં ચોંટી જશે

  4. 4

    આ દુધપાક ને ફરી ફ્રીઝ માં રાખી દયો અને જમતી વખતે ઠંડોજ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

Similar Recipes