મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનીટ
૨-૩ વ્યક્તિઓ માટે
  1. ૧.૫ કપ - મકાઈ નો લોટ
  2. ૧ કપ- બાજરી નો લોટ
  3. ૧/૨ કપ- ઘઉં નો લોટ
  4. ૩ ચમચી- તેલ
  5. ૧ કપ- દહીં
  6. ૨ ચમચી- ગોળ
  7. ૧+૧/૨ ચમચી - આદુ મરચાની પેસ્ટ
  8. ૬-૭ કળી - વાટેલું લસણ
  9. સ્વાદાનુસાર - મીઠું
  10. ૧/૨ ચમચી- હળદર
  11. ૧/૪ ચમચી- હિંગ
  12. ૧/૨ ચમચી- લાલ મરચુ પાઉડર
  13. ૨ ચમચી- તલ
  14. ૧ ચમચી- અજમો
  15. ૧/૨ ચમચી- આખું જીરું
  16. ૧/૨ કપ- સમારેલી કોથમીર
  17. તળવા માટે - તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનીટ
  1. 1

    એક વાસણ માં બધા લોટ અને મસાલા નાખી લેવા. પછી એમાં આદુ મરચાની પેસ્ટ, લસણ, તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    હવે એમાં કોથમીર, દહીં થોડા પાણી માં ઓગળેલ ગોળ નાખી બરાબર મિક્સ કરી મીડિયમ લોટ બાંધવો. જરૂર પડે તો થોડું પાણી નાખવું. પછી લોટ ને ૨૦-૩૦ મિનીટ રાખી મૂકવો.

  3. 3

    હવે એમાંથી નાના બોલ બનાવી એને હાથ થી થેપીને વડા બનાવવા.

  4. 4

    હવે એને મીડિયમ તાપ પર થોડા કડક તળી લેવા.

  5. 5

    હવે એને ગરમ કે ઠંડા વડા ને દહીં જોડે સર્વ કરો. આ વડા ને ૨-૩ દિવસ બહાર સાચવી શકાય. એટલે ટ્રાવેલિંગ માં જોડે લઇ જવા માટે બેસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

Similar Recipes