હૈદરાબાદી ખીચડી (Hydrabadi Khichdi Recipe In Gujarati)

#સાઉથ
ગુજરાતી ખીચડી ના પણ શોખીન હોય છે. રાતે જમવા માં ખીચડી હોય તો મજા આવે.. સાઉથ ઇન્ડિયાના હૈદરાબાદ માં ખીચડીજે રીતે બને છે તે રીત મુજબ મેં બનાવી છે..ખીચડી માં મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે.. સ્વાદ ખૂબ સરસ આવ્યો..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને મસૂરની દાળ અને મગની દાળ ને બરાબર ધોઈને 1/2 કલાક પલાળી રાખો
- 2
હવે ગેસ ચાલુ કરીને કૂકરમાં ઘી ગરમ કરો.તેમાં મરી,ઇલાયચી,લવીંગ, તમાલપત્ર, જીરું, લીલા મરચાં કાપેલા, મીઠા લીમડાના પાન, નાખીને વધાર કરો
- 3
વઘારમાં ચણા ની દાળ અને મસૂરની દાળ ને પણ ઉમેરીને શેકી લો.અને ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી શેકાય એટલે એમાં ટામેટા ઉમેરીને મીક્સ કરી લો. અને ત્યારબાદ વટાણા, બટાકા, ચોખા - દાળ ઉમેરી લો અને આદુ, હળદર પાઉડર, મીઠું નાખીને હલાવી મિક્સ કરી લો અને જરૂરી પાણી ઉમેરીને બરાબર મીક્સ કરી ઉકળવા દો.,
- 4
ત્યારબાદ ઢાંકણ ઢાંકી લો. અને 2 સીટી કુકુરની થાય એટલે ગેસ બંધ કરી લો.
- 5
હવે ગેસ ચાલુ કરી એક વઘારીયા માં ઘી ગરમ કરો તેમાં કાજુ સાંતળીને ખીચડી માં ઉમેરી લો. ગેસ બંધ કરી લો. ઉપરથી સમારેલી કોથમીર ઉમેરો.
- 6
તૈયાર છે.. હૈદરાબાદી ખીચડી..
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)