બંગાળી મીઠાઈ સંદેશ(Sandesh Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#ઈસ્ટ

બંગાળી મીઠાઈ સંદેશ(Sandesh Recipe In Gujarati)

#ઈસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીટર full faith દૂધ
  2. ૬ ટેબલસ્પૂનદળેલી ખાંડ
  3. ૧ ચમચીલીંબુનો રસ
  4. ૫ તાંતણાકેસર
  5. જરૂર મુજબપિસ્તા
  6. જરૂર મુજબઠંડુ પાણી
  7. જરૂર મુજબઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ લીટર દૂધ ને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો

  2. 2

    દૂધમાં ઉભરો આવવાની તૈયારી થાય એટલે એની અંદર એક લીંબુનો રસ ઉમેરી દો

  3. 3

    લીંબુનો રસ ઉમેરવાથી દૂધ ફાટી જશે

  4. 4

    દૂધ ફાટી જાય એટલે એક તપેલીમાં કટકો પાથરી લો અને એની અંદર ફાટી ગયેલું દૂધ ઉમેરો

  5. 5

    એટલે પાણી અને પનીર બંને અલગ થઈ જશે

  6. 6

    હવે એ પનીર અને ઠંડા પાણીએ બે વખત ધોઈ લો જેથી અંદરની લીંબુની ખટાશ નીકળી જાય

  7. 7

    હવે એ પનીર ની પોટલી વાળી અને 30 મિનિટ સુધી રહેવા દો

  8. 8

    30 મિનિટ પછી એક મોટી થાળી ની અંદર paneer kadai લો

  9. 9

    હવે એને બરાબર મસળી લો

  10. 10

    પનીર મિક્સ થઈ જાય એટલે એની અંદર દળેલી ખાંડ ઉમેરી લો

  11. 11

    ખાંડ મિક્સ થાય ત્યાં સુધી પાછો બરાબર મસળી લો

  12. 12

    હવે એની અંદર એક ટેબલ ચમચી દૂધ ઉમેરો

  13. 13

    પાછો દૂધ અંદર મિક્સ થાય ત્યાં સુધી મસળી લો

  14. 14

    હવે એક તપેલી લો એની અંદર થોડું ઘી લગાવો

  15. 15

    હવે એની અંદર જે દૂધ સાથે મિક્સ કરેલું પનીર છે એ ઉમેરી દો અને સરખું પાથરી દો

  16. 16

    હવે એક મોટું લોયુ લો એની અંદર બે થી ત્રણ વાર કી પાણી ઉમેરો અને અંદર એક stand મૂકો

  17. 17

    હવે જે આપણે પનીરનું મિશ્રણ તૈયાર કરેલું છે એ બાઉલ ઉપર ફોઈલપેપર લગાવી દો અને લોયા ની અંદર સ્ટેન્ડ ઉપર મૂકી દો

  18. 18

    હવે એની ઉપર એક મોટી થાળી ઢાંકી દો

  19. 19

    હવે એને મીડીયમ fame ઉપર 15 થી 20 મિનિટ થવા દો

  20. 20

    15 થી 20 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને બાઉલ બહાર કાઢી લો

  21. 21

    હવે બોલ ને થોડું ઠંડુ થવા દો

  22. 22

    ઠંડું થઈ જાય એટલે પહેલા સાઇડથી ચપ્પુની મદદથી કટ મારી લો જેમ આપણે કેક ને કઢાવવા માટે કટ કરીએ છે એમ

  23. 23

    હવે બાઉલ પર એક ડીસ ઢાંકી દો અને હવે એ બાઉલ ને ડીસ પર ઊંધું કરી દો

  24. 24

    હવે ધીમે રહીને બાઉલ ઊચકી લો

  25. 25

    એટલે આપણી બંગાળી મીઠાઈ sandesh તૈયાર હવે એને પિસ્તા અને કેસર થી ગાર્નીશ કરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
datta bhatt
datta bhatt @cook_25572577
પર
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes