રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830

એક ફેમસ ફૂડ

રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati)

એક ફેમસ ફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૬-૭ નંગ બાફેલા બટાકા
  2. ૧/૨ વાટકી પલાળેલા પૌઆ
  3. ૨ ચમચીઆદુ,મરચાં,લસણ ની પેસ્ટ,
  4. ૧/૨ ચમચીહળદર,
  5. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર,
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર,
  7. ૧/૨ ચમચીગરમ મસાલો,
  8. ૧/૨ ચમચીગરમ મસાલો,
  9. ૧/૨ કપકોથમીર,ફુદીનો ઝીણો સમારેલો
  10. ૩-૪ ચમચી તેલ
  11. ૧ ચમચીઅમૂલ બટર
  12. ૨ ચમચીઆદું,મરચાં, લસણ ની પેસ્ટ
  13. ૧/૨ ચમચીહળદર,
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર,
  15. ૧ ચમચીધાણજીરૂ પાઉડર,
  16. ૧ ચમચીઆમચૂર પાઉડર,
  17. સ્વાદ પ્રમાણેમીઠું
  18. ૧/૨ ચમચીગરમ મસાલો
  19. જરૂર મુજબ ગ્રીન ચટણી,
  20. જરૂર મુજબ ખજૂર આમલીની ચટણી,
  21. ગાર્નિશ માટે ઝીણી સમારેલા કાંદા, ઝીણી સેવ, અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેટિસ :
    ૬-૭ બાફેલા બટાકા માં 1/2વાટકી પલાળેલા પૌઆ,૨ ચમચી આદુ,મરચાં,લસણ ની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી ગરમ મસાલો, /૨ કપ કોથમીર,ફુદીનો ઝીણો સમારેલો, સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી પેટિસ વાળી લો.

  2. 2

    રગડો:
    સફેદ વટાણા ને ૮-૧૦ કલાક પલાળી,
    એક કૂકર મા ૩-૪ ચમચી તેલ,૧ ચમચી અમૂલ બટર નાંખી, ૨ ચમચી આદું,મરચાં, લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો,ત્યાર બાદ ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણજીરૂ પાઉડર, ૧ ચમચી આમચૂર પાઉડર,સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફેલા વટાણા નાખી અડધો ગ્લાસ પાણી નાખી બરાબર ઉકળવા દો, ઉકળે એટલે તેમાં કોથમીર અને ૧/૨ ચમચી ગરમ મસાલો નાખો, રગડો તૈયાર.
    હવે એક bowl મા પેટિસ મૂકો અને ગરમ રગડો,ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી,ઝીણી સમારેલા કાંદા, ઝીણી સેવ, અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પર

Similar Recipes